કૃષિ બિલના વિરોધમાં પૂર્વ મુખ્યમંત્રીના ઘરની બહાર ખેડૂતે ઝેર પીધું

PC: aajtak.in

મોદી સરકારના કૃષિ બિલ વિરુદ્ધ ખેડૂતોનો ગુસ્સો વધતો જ જઈ રહ્યો છે. હરિયાણા અને પંજાબના ખેડૂતો રસ્તા પર છે અને કૃષિ સાથે જોડાયેલા 3 બિલોને પાછા લેવાની માગણી કરી રહ્યા છે. આ દરમિયાન પંજાબના મુક્તસર સ્થિત બાદલ ગામમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોમાંથી એક ખેડૂતે ઝેર ખાઈ લીધું. ખાસ વાત એ છે કે, આ પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું ગામ છે અને તેમના ઘરની બહાર ખેડૂતો ધરણા પર બેઠાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના ઘરની બહાર ધરણા પર બેઠેલા પ્રીતમ સિંહ નામના ખેડૂતે આજે સવારે 6 વાગીને 30 મિનિટે ઝેર પી લીધું હતું. એ ખેડૂત અકાલી ગામનો રહેવાસી છે.

પ્રીતમ સિંહને સૌથી પહેલા ગામની સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો, ત્યારબાદ તેને ભઠિંડાની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યાં તેની હાલત ગંભીર છે. આ આખો વિવાદ કેન્દ્રના એ 3 કૃષિ બિલોને લઈને છે, જેમાં કૃષિ ઉપજ વ્યવહાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) બિલ, મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવાઓ પર ખેડૂત (સંરક્ષણ અને સશક્તિકરણ બિલ) અને આવશ્યક વસ્તુ સંશોધન બિલ સામેલ છે. આ વટહુકમોને લઈને એમ કહેવામાં આવી રહ્યું છે કે, ખેડૂતો માટે ઓછામાં ઓછું સમર્થન મૂલ્ય જ સામાન્ય લોકોનું એકમાત્ર માધ્યમ છે, વટહુકમ તેનો નાશ કરી દેશે. તે સિવાય એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વટહુકમ સ્પષ્ટ રીતે હાલની માર્કેટ વ્યવસ્થાનો નાશ કરનારો છે.  

પંજાબ અને હરિયાણાના ખેડૂત છેલ્લાં 3 મહિનાથી આ વટહુકમનો પુરજોશથી વિરોધ કરી રહ્યા છે. જોકે મોદી સરકાર તેને ખેડૂત હિતેચ્છુ ગણાવી રહી છે અને પોતાના સ્ટેન્ડ પર કાયમ છે. એ છતાં આ બિલો વિરુદ્ધ પંજાબ અને હરિયાણાના ખેડૂતો રસ્તા પર છે. વિપક્ષે સંસદ શરૂ થયા પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, સદનમાં કૃષિ સંબંધિત વટહુકમનો વિરોધ કરશે, અકાલી દળે પણ બળવાનું વલણ અપનાવી લીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ખેડૂતોને ભ્રમિત કરવા ઘણી શક્તિઓ લાગી છે. હું મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને ખાતરી આપું છું કે, ઓછામાં ઓછું સમર્થન મૂલ્ય (MSP) અને સરકારી ખરીદીની વ્યવસ્થા ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp