ગુજરાત આવેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ગુજરાતના ખેડૂતોને જુઓ શું કહ્યું

PC: indianexpress.com

કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા 3 નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે. તેમણે પોતાની ગુજકાત મુલાકાત પર કહ્યું કે, અહીંના ખેડૂતોમાં ભયનું વાતાવરણ છે અને તેને કાઢવું પડશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રાજસ્થાનના આબૂ રોડથી ગુજારતમાં પ્રવેશ કર્યો. આ દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી મોદીના સહયોગી રહેલા શંકર સિંહ વાઘેલા પણ તેમની સાથે મોજૂદ હતા.

ગુજરાતમાં રિલાયન્સને 60 ગામો આપી દેવામાં આવ્યા

રાકેશ ટિકૈતે બનાસકાંઠાના પાલમપુરમાં ખેડૂતોને સંબોધિત કરતા કહ્યું કે ગુજરાતના લોકો આંદોલનમાં કઇ રીતે સામેલ થશે, આ તેમણે જાતે નક્કી કરવાનું છે. સાથે જ તેમણે ગુજરાતના યુવાનોને આંદોલનમાં ભાગ લેવા માટે કહ્યું. સરકાર આખા દેશમાં ગુજરાત મોડલ લાગૂ કરવા માગે છે. જે રીતે ગુજરાતમાં રિલાયન્સને 60 ગામો આપી દેવામાં આવ્યા, તેવી જ રીતે સરકાર આખા દેશમાં ખેડૂતોની જમીન પચાવવા માગે છે. ગુજરાતના ખેડૂતો સરકારના આ નિર્ણયોના વિરોધમાં કોર્ટ જઇ ચૂક્યા છે. પણ સરકાર ત્યાં પણ ખેડૂતોને હેરાન કરશે.

રાકેશ ટિકૈતે રાજસ્થાનના આબૂ રોડથી બનાસકાંઠામાં પ્રવેશ કર્યો. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોરોનાની નેગેટિવ રિપોર્ટ લઇને પાછા આવ્યા છો તો તેમની પાસે બધા જ દસ્તાવેજો હતા. સાથે જ તેમણે પોતાનો પાસપોર્ટ દેખાડતા કહ્યું કે, જો ગુજરાતમાં પ્રવેશ કરવા માટે આની પણ જરૂરત હોય તો એ તેને પણ લઇને આવ્યા છે. સોમવારના રોજ ખેડૂત નેતા રાકેશ ટિકૈત સાબરમતી આશ્રમ પણ જશે. સાથે જ બારડોલી પણ જશે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતોના સમર્થનમાં આંદોલન કર્યું હતું.

ખેડૂતો માટે ટ્રેક્ટરો જ ટેંક છે

તેમણે કહ્યું કે, ગુજરાતના લોકો પણ આંદોલનમાં મોટી સંખ્યામાં ભાગ લે જેથી જાણ થઇ શકે કે જે રાજ્યના નેતા કેન્દ્ર સરકારમાં બેઠા છે, ત્યાંના ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો માટે ટ્રેક્ટકો જ ટેંક છે. મીડિયા ખેડૂત આંદોલનને નબળો દેખાડવાની કોશિશ કરી રહી છે પણ હજુ પણ 25 હજાર ટ્રેક્ટર દિલ્હીની સીમાઓ પર મોજૂદ છે.

જણાવી દઇએ કે, પાછલા દિવસોમાં ખેડૂત નેતા યુદ્ધવીર સિંહના અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરવાને લીધે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં જ તેમની ધરપકડ કરી હતી. ત્યાર પછી રાકેશ ટિકૈતે ગુજરાત આવવાની જાહેરાત કરી હતી. તેમના ગજરાત આવવા પહેલા જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ તેમને પોતાનું સમર્થન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp