ખેડૂતોનું દેવુ 58 ટકા વધ્યું, 5 વર્ષમાં 47 હજારનું દેવું વધીને 74 હજાર થયું

PC: https://www.deccanherald.com

ખેડૂતોના અડધા પરિવારો પર દેવાનો બોજ, પાંચ વર્ષમાં સરેરાશ લોન 47000 થી વધીને 74121 થઈ. દેવાની સાથે આવકમાં પણ વધારો થયો છે, કૃષિ પરિવારોની આવક 2012-13માં 6426 થી વધીને 2018-19માં 4063 થઈ છે, પરંતુ આમાંથી 50 ટકા વેતનમાંથી આવ્યા છે.

10 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલ ડેટા

ગ્રામીણ ભારતમાં ખેડૂત પરિવાર દીઠ સરેરાશ દેવું 74,121 રૂપિયા છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય - NSO સર્વે અનુસાર, ભારતના ખેત પરિવારો માટે સરેરાશ દેવું છેલ્લા 5 વર્ષમાં 58 ટકા વધ્યું છે.  રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના સર્વેમાં બહાર આવ્યા છે.

2018 માં 50.2 ટકા કૃષિ પરિવારો દેવા હેઠળ હતા. પ્રત્યેક કૃષિ પરિવાર માટે બાકી રહેલી લોનની સરેરાશ રકમ 74,121 હતી. પાંચ વર્ષ પહેલા, 2013 માં સરેરાશ દેવું 47,000 રૂપિયા હતું જે 2018 માં વધીને 74,121 રૂપિયા થઈ ગયું છે. લોનમાંથી માત્ર 57.5 ટકા ખેતીના હેતુ માટે હતી. 69.6 ટકા લોન બેન્ક, સહકારી અને સરકારી એજન્સીઓ જેવા સંસ્થાકીય સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યા હતા.

20.5 ટકા શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવામાં આવ્યા હતા. સારા સમાચાર એ છે કે દેવા હેઠળ આ કૃષિ પરિવારોની ટકાવારી 2013 માં 51.9 ટકાથી થોડો નીચે આવી છે. 45000 કૃષિ પરિવારોને આ સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા

2018-19 દરમિયાન ખેતી પરિવાર દીઠ સરેરાશ માસિક આવક 10,218 રૂપિયા હતી. કૃષિ પરિવારોની કુલ આવક 2019 માં વધીને 10,218 રૂપિયા થઈ છે. જે 2013 માં 6,426 રૂપિયા હતી. દેશમાં ખેડૂત પરિવારોની સંખ્યા 9.3 કરોડ છે. જ્યારે બિન કૃષિ પરિવારોની સંખ્યા 7.93 કરોડ હોવાનો અંદાજ છે.

83.5% ગ્રામીણ પરિવારો એક હેક્ટર (2.5 એકર) કરતા ઓછી જમીન ધરાવે છે. માત્ર 0.2 ટકા પાસે 10 હેક્ટર (25 એકર) થી વધુ જમીન છે.2018 માં સૌથી વધુ દેવું આંધ્રપ્રદેશમાં 2.45 લાખ રૂપિયા અને નાગાલેન્ડમાં 1750 રૂપિયા હતું.

હરિયાણા, પંજાબ, આસામ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને મધ્યપ્રદેશના લોકોએ અન્ય રાજ્યો કરતા વધુ લોન લીધી છે. ત્રિપુરામાં, 13 ટકાએ જમીન વેચી કે ગીરો રાખવી પડી છે.  20 ટકાએ તેમની કિંમતી વસ્તુઓ વેચવી પડી છે. પશ્ચિમ બંગાળમાં 17 ટકા લોકોએ તેમની કિંમતી વસ્તુઓ વેચવી પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp