VIDEO: સિલાઈ મશીનમાં ખામીને કારણે ખેડૂતોની લાગી લાઈન

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો શરૂ કરી છે પણ અરવલ્લી જિલ્લાના માલપુરમાં ખેડૂતોની હાલત એવી છે કે તેઓ પાસેથી ખરીદી તો કરવામાં આવી રહી છે પણ એકથી બે દિવસ જેટલો સમય લાગી રહ્યો છે. માલપુર તાલુકાનું માર્કેટ યાર્ડ અહીં મોટી સંખ્યામાં વેપારીએ તેમની મગફળી ટેકાના ભાવે ખરીદી તો કરવા આવી રહ્યા છે પણ લાંબી કતારો લગાવીને તેમને ઊભા રહેવું પડે છે. માર્કેટ યાર્ડમાં પણ મગફળીની બોરીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે પણ પરિસ્થિતિ કંઈક વિપરિત છે. ખેડૂતો તેમની મગફળી વેચવા તો આવે છે પણ ચોવીસથી અડતાળીસ કલાકથી પણ વધુ સમય લાગતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

માર્કેટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી તો કરવામાં આવી રહી છે. તો પછી એકથી બે કિલોમીટરની લાઇન કેમ લાગે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, બારાદન પેકિંગ કરવા માટેનું સિલાઈ મશીન જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે કારણ કે, અત્યાર સુધીની જેટલી મગફળી ખરીદી કરી છે, તેને બારદાનમાં તોલીને ભરી દેવાઈ છે અને આ તમામ બારદાનને સિલાઈ મારવાની બાકી છે. સિલાઈ વગરના બારદાન માર્કેટ યાર્ડમાં ગોઠવી દેવાયા છે. માત્ર બે મશીન હોવાને કારણે વારંવાર બારદાનની સિલાઈ મારવાનું બંધ થઈ જતા તેમ જ અવારનવાર સિલાઈ મશીન બગડી જવાને કારણે ખેડૂતોએ લાઇનમાં ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp