કમોસમી વરસાદથી ખેડૂતોને ફરી ફટકો, અબજોનો કપાસ, જીરૂ, ઈસબગુલ 24 કલાકમાં ખતમ

PC: thehindu.com

વાવઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. છેલાલાં 24 કલાકમાં પડી રહેલાં વરસાદના કારણે પ્રત્યેક જિલ્લામાં નુકસાન થયું છે. કૃષિ વિભાગના ડાયરેક્ટરે પાકના વાવેતરની વિગતો આપી હતી. ઈસબગુ, જીરૂ, કપાસ, વરીયાળી, રાયડા સાવ સાફ થઈ ગયો છે. તેમાં કરોડો રૂપિયાનું વ્યાપક નુકસાન થયું છે.

વિમા કંપની વળતર પણ નહીં ચૂકવી શકે...

વિમા કંપની તમામને વિમો આપી શકશે નહીં તેથી ખેડૂતોની મુશ્કેલી વધી જશે. આ પહેલાનો પણ વિમો મળ્યો નથી તેમાં હવે કમોસમી વરસાદથી બીજો ફટકો પડ્યો છે. એક વર્ષમાં ખેડૂતો માટે આ ત્રીજી આફત વરસી વરસી રહી છે. ગયા વર્ષનો વિમો હજું પણ ખેડૂતોને મળ્યો નથી. તેથી તેની અસર આ ચૂંટણીમાં ભાજપને થશે. ભાજપથી ખેડૂતો નાખુશ છે. આ વરસાદ ભાજપને ભારે પડશે. તમામને વિમો ચૂકવવો પડશે તેથી કૃષિ વિભાગે રાજ્યના તમામ વિસ્તારમાં નુકસાનીનો સરવે કરવો પડશે.

અબજોનો કપાસ ગયો...

26.48 લાખ હેક્ટર કપાસનું વાવતર ચોમાસામાં થયું હતું. શિળામાં પણ ઘણો પાક હજું પણ ખેતરોનાં તૈયાર થયેલો ઉભો છે. વરસાદ થતાં આબજો રૂપીયાના કપાસનું રૂ ખેડૂતોએ ગુમાવ્યું છે. સરકારે ચેકેના ભાવે ખરીદેલો અબજો રૂપિયાનો કપાસ ખુલ્લામાં પલળી ગયો છે. ખેડૂતોએ ખૂલ્લામાં રાખેલો કપાસ પણ પલળી ગયો છે.

મગફળી...

સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળી પણ ખુ્લલામાં હતી તે પલળી ગઈ છે. જેમાં કરોચોનું નુકશાન થયું છે. માર્કેૉીંગ યાર્ડમાં અને સહકારી મંડળીમાં આ મગફળી ખરીદીને ગોડાઉનના અભાવે ખૂલ્લામાં રાખવી પડી હતી.

સંવેદનશીલ જીરૂ, ઈસબગુલ, વરીયાળી સાવ સાફ થઈ...

2.69 લાખ હેક્ટર જીરૂ કરોડો રૂપિયાનો પાક ખતમ થયો છે. જીરૂનો પાક સંવેદનશીલ હોય છે, જે વદળો થાય કે છાંટા પડે તો પણ નાશ પામે છે. 13 હજાર હેક્ટર ઈશબગુલ સાવ સાફ થઈ ગયું છે. જે અબજો રૂપિયાનું થવા જાય છે. ઈસબગુલ પણ એવો જ સંવેદનશીલ પાક છે. ઈસબગુલ અને જીરૂનો પાક વરસાદમાં થતો નથી. 2.93 લાખ હેકટર વરીયાલી જેને સારું એવું નુકસાન થયું છે. 2.15 લાખ હેક્ટર રાયડો મોટા ભાગે ખતમ થયો છે. જે ખેતરોમાં તૈયાર થઈ ગયો હતો. રાયડાનું સૌથી વધું ઉત્પાદન ઉત્તર ગુજરાતમાં થાય છે ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં વાવેતર થાય છે.

ઘઉં ઢળી પડ્યા...

6.16 લાખ હેક્ટર ઘઉંનું વાવેરત થયું છે જેમાં વહેલું વાવેતર કરનાર ખેડૂતોનો પાક ઢળી ગયો

1.66 લાખ હેક્ટર એરંડા જેમાં થોડું નુકશાન થયું

ફળના બગીચાઓને મોટું નુકશાન...

4.50 લાખ હેક્ટર ફળોના બગીચા છે એેક લાખ ટન ઉત્પાદન થાય છે જેમાં પણ સારું એવું નુકસાન થયું છે.
80 હજાર હેક્ટર કેળા છે જેમાં ઘણાં સ્થળે કેળ તુટી પડી છે.
30 હજાર હેક્ટર ચીકુ 3 લાખ ટન ચીકુ વર્ષે થાય છે તેમાં મોટું નુકસાન
70 હજાર હેક્ટર દાડમના બગીચા જેમાં વર્ષે 90 હજાર ટન ઉત્પાદન થાય છે જેમાં સારું એવું નુકસાન

ફાયદો

64 હજાર હેક્ટર શેરડીને સારો એવો ફાયદો થશે પણ ઉભી શેરડી ઢળી ગઈ છે.
બાગાયતી પાકોને વરસાદથી ફાયદા કરતાં નુકશાન વધારે થયુ
કેળા, આંબા, ચીકુ, આમળા, પપૈયા જેવા ઘણાં ફળોના પાકોમાં નુકસાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp