હવે ગુજરાતમાં પણ દેવુ માફ કરવા માટેની ખેડૂતોની માગ ઉગ્ર બની

PC: khabarchhe.com

જે રીત કોંગ્રેસ સરકાર દ્વારા પંજાબ, કર્ણાટક અને તાજેતરમાં મધ્યપ્રદેશમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે તે રીતે કેન્દ્રની ભાજપની સરકાર પણ ખેડૂતોના દેવા માફ કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. એવામાં ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ કરવામા આવે અને પોષણક્ષમ ભાવ આપવામાં આવે તે માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને માલધારીઓ ઉમટ્યા હતા.

માહિતી મુજબ જામનગરમાં 102 જેટલા ગામના માલધારીઓ અને ખેડૂતો એકઠા થઈ જામનગર પ્રદર્શન મેદાનમાં તેમની 13 જેટલી માંગણીઓેને લઈને વિશાળ સંમેલન યોજવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં બહોળી સંખ્યામાં ખેડૂતોની સાથે સાથે મહિલાઓ પણ ઉમટી હતી. તેમને વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.

જામનગર તાલુકાના સરપંચ સંગઠન તેમજ અખિલ ભારતીય પંચાયત પરિષદ અને જામનગર તાલુકાના ખેડૂતો અને માલધારીઓ દ્વારા આ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં વિવિધ પ્રશ્નો અને વહીવટી તંત્ર તરફથી ખેડૂતો અને માલધારીઓને પડતી મુશ્કેલી વિશે ચર્ચા-વિચારણા કરી વિશાળ રેલી કાઢવામાં આવી હતી.

તેમણે જિલ્લા કલેક્ટરને જામનગર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા અને ખેડૂતોનુ દેવુ માફ કરવાની ઉગ્ર માંગણી કરી હતી. આ સિવાય તેમણે પુરતો ઘાસચારો અને પાણી આપવા માટેની પણ માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસુ નબળુ ગયુ હોવાથી પાણીની ઘણી જ અછત વર્તાઈ રહી છે. સૌથી મોટી સમસ્યા ખેડૂતો માટે ઉભી થઈ છે. તેથી પાક લીધા વગર દેવુ કેવી રીતે ભરપાઈ કરી શકે એ માટે ખેડૂતોના દેવામાફીની માગ ઉઠી રહી છે.

ગુજરાતમાં ગામડામાં રહેતા 58.71 લાખ કુટુંબ પૈકી 39.30 લાખ પરિવારોની આજીવિકા ખેતી પર આધારિત છે. જેમાંથી 16.74 લાખ ખેડૂત પરિવારે ખેતી માટે લોન લીધેલ છે. ગુજરાતના 42.6 ટકા પરિવારો દેવાના બોજા હેઠળ દબાયેલા છે. આ તમામ દેવાગ્રસ્ત ખેડૂતોનુ સરેરાશ માથાદીઠ દેવુ 38100 રુપિયા છે. જ્યારે ગુજરાતના ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક રુપિયા 7926 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp