દૂધ સાગર ડેરીમાં કરોડોના કૌભાંડના કારણે પશુપાલકોને ભાવવધારો ન મળ્યો

PC: khabarchhe.com

મહેસાણા દૂધ સંઘ ના પશુપાલક ને 550 રૂપિયા અપાય છે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 10 રૂપિયાનો વધારો અપાશે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 610 રૂપિયા આપશે.રાજસ્થાનમાં દૂધના ભાવ સિવાય લીટરે એક રૂપિયો પ્રોત્સાહન અપાય છે. સાગર ડેરીના દૂધ ઉત્પાદકોને અપાતો નથી. રાજસ્થાનમાં છેલ્લા બે માસમાં ત્રીજીવખત દૂધ ના ભાવ માં વધારો. મહેસાણાના પશુપાલકોને છેલ્લા એક વર્ષમાં ફક્ત એકજ વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે.

જુઓ નીચેનો પરિપત્ર

JAIPUR RATE 

 

10 કરોડનું કમિશન કૌભાંડ

મોતી બાપુ જ્યારે દૂધ સાગર ડેરીના ચેરમેન હતા ત્યારે મંડળીઓ માટે ફેટ મશીનોને અન્ય વસ્તુઓ સીધા જ RAIL કંપની પાસેથી ખરીદી કરી મંડળીઓને આપતા હતા. પરંતુ વિપુલ ચૌધરી દ્વારા ડેરી અને RAIL કંપની વચ્ચે વચેટીયા તરીકે એપ્લીટેક ઇન્ફોટેક પ્રા. લિ. ઉભી કરી દીધી હતી. જેના દ્વારા રાજસ્થાન અને હરિયાણા ખાતે 2011થી 2015 સુધી 7000 જેટલા AMCSની (કોમ્પ્યુટર /ફેટમશિન/વજનકાંટો) ખરીદી કરેલી હતી. જે હાલમાં માત્ર 3350  મંડળીઓ જ ચાલે છે. આમ બાકીની તમામ એટલે કે 3650 AMCS માત્ર કાગળ ઉપર ખરીદી કરાઈ એક AMCSની કિમંત રૂ.113730 છે. આમ 3650 AMCSના રૂ.41.50 કરોડ કોઈ ખાઈ ગયું છે. વળી બાકીની 3350 AMCS રૂ.83212માં RAIL કંપની પાસેથી ખરીદી મંડળીઓ ઉપર લગાવી પણ RAIL વાળાએ (જુઓ નીચેના બીલો) અને વચેટીયા એપ્લીટેક ઇન્ફોટેક પ્રા. લિ.નુ રૂ.113730 બિલ લીધુ. (જુઓ નીચેના બીલો ) એટલે તેમાં રૂ.10.22 કરોડ કમિશન લેવામાં આવ્યું છે. AMCSની ખરીદીમાં દૂધ ઉત્પાદકોના રૂ.51.73 કરોડની ખાયકી થઈ હતી.

RAIL BILL

 

ખાંડ ખરીદી કૌભાંડ

દૂધ સાગર ડેરી ભષ્ટાચાર કરે છે તે જોઇએ તો નીચેના બીલ જુઓ. જેમાં દૂધ સાગર ડેરી એ અને સાબર ડેરી એ એકજ તારીખે એકજ પ્રકારની (એટલે કે S3 ગ્રેડ) ની ખાંડ ખરીદી કરેલી છે. દૂધ સાગર ડેરી ના ભાવ 1 ટનના રૂ47,000 અને સાબર ડેરી એ રૂ.30,000માં ખરીદી એટલે કે દૂધ સાગર ડેરી એ સાબર ડેરી કરતાં એક કિલોએ રૂ.17 વધુ ચુુકવેલા છે. આવા રુ. 17 કરોડની વસુલાત વિપુલ ચૌધરી પાસેથી કરવાનું તમામ તપાસ એજન્સીઓ તેમજ કોર્ટ દ્વારા આદેશઆપ્યો હતો.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp