ધીમા સરકારી તંત્રને કારણે અરવલ્લીના ખેડૂતો ચણાના વેચાણ માટે વેઇટિંગમાં

PC: medium.com

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો એ ખૂબ મહેનતે પકવેલા ચણાના પાકને ટેકાના ભાવે વેચવા માટે ખેડૂતોને અપાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લી ખેડૂત સમાજ પ્રમુખ નિકુલ પટેલે અરવલ્લી જિલ્લાના ખેડૂતોની હાલત વિશે જણાવતા કહ્યું કે ચણાના પાકના વેચાણ માટે ખેડૂતોએ 20 દિવસ અગાઉ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ ટેકાના ભાવે ખરીદી કરી રહેલા સરકારી અધિકારીઓની આળસ અને કામચોરીના કારણે અત્યાર સુધી માત્ર 25 એપ્રિલ સુધી રાજીસ્ટેશન થયેલા પાકની ખરીદી ચાલી રહી છે અને આ ખરીદીમાં પણ આજદિન સુધી માત્ર 500 જેટલા ખેડૂતોનો ચણાનો પાક ખરીદાયો છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ચૂકેલા 1000થી પણ વધુ ખેડૂતો ચણાનો પાક વેચવા માટે રાહ જોઈને બેઠા છે. ત્યારે કેટલાક ખેડૂતોને ચણાનો પાક બગડી જવાની બીકના કારણે માત્ર 600થી 650ના નજીવા ભાવે વેચાણ કરી નુકસાન ભોગવી ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં વેચાણ કરવાની ફરજ પડી રહી છે.

ખૂબ જ ધીમી ગતિથી ચાલી રહેલી કામગીરીના ખેડૂતોને ઘણી મુશ્કેલી પડી રહી છે. પાક ન વેચાવાના કારણે ખેડૂતોના નાણા અટવાયા છે. હાલ લગ્નનો સમય ગાળો ચાલી રહ્યો છે. આવા સંજોગોમાં નાણા અટવાવાના લીધે ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે. કારણકે પાક ન વેચાવાના કારણે લગ્નની ખરીદીનું કામ અટકી પડે તેવી સ્થિતિ છે. લગ્ન પ્રસંગ પૂરો પાડવા ખરીદી કરવા જતા ખેડૂતો પાસે ચણાનો પાક હોવા છતાં પણ વ્યાજ કે ઉછીના પૈસા લઈને અવસર ઉકેલવાની ફરજ પડી રહી છે. જેથી ખેડૂતોની તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.

આ સંજોગોમા અરવલ્લી ખેડૂત સમાજ દ્વારા સરકારી તંત્રના અધિકારીઓને ચણાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવામાં ગતિ લાવવામાં આવે અને તેમાં પણ પારદર્શિતા સાથે મૂળ ખેડૂતનોજ માલ ખરીદાય તેવી પ્રક્રિયા હાથ ધરવામાં તેવી વિનંતી કારવામા આવી હતી. જો ટૂંક સમયમાં ખરીદી પ્રક્રિયામાં વેગ નહિ આવે તો ખેડૂત સમાજ ધરતીપુત્રોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક અંદોલન કરશે અને તેમ છતા પણ જો સરકારી અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી નહિ થાય તો ના છૂટકે ખેડૂતો દ્વારા ઉગ્ર અંદોલન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp