10 લાખ ખેડૂતોની કમાણી ડિઝલના ભાવ વધારામાં ડૂબી

PC: dnaindia.com

ગુજરાતમાં 20 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને પાણી આપવા માટે કૂવા છે. ગુજરાતમાં 58 લાખ ખેડૂતોમાંથી 10 લાખ ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ વાપરીને ખેતી કરતા હોવાનો અંદાજ છે. સરેરાશ એક મધ્યમ ખેડૂતની પાસે 2 હેક્ટર જમીન હોય છે. તે હિસાબે 10 લાખ ખેડૂતોની આસપાસ કૂવાથી સિંચાઈ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.  જેમાં નર્મદા નહેરમાં પેટા નહેરો સરકારે બનાવી ન હોવાથી ખેડૂતો ડિઝલ પંપ સેટ મૂકીને પાણી સિંચાઈ માટે લે છે. આવા 4 લાખ ખેડૂતો હોઈ શકે છે.

કૂવાથી સિંચાઈ કરનારા ખેડૂતો મોટા ભાગે ગરીબ હોય છે. નાની જમીન અને સિંચાઈની નહેર કે બોરવેલની સુવિધા તેની પાસે હોતી નથી. 3 હેક્ટર સુધી જમીન ધવાતાં હોય એવા 40 લાખ ખેડૂતો છે.

વળી, નર્મદા નહેરમાંથી પેટા નહેરો ન બની હોવાથી ખેડૂતો પેટા નહેર પર ડિઝલ એન્જીન મૂકીને પાણી ખેંચે છે. તેથી તેનું ઉત્પાદન ખર્ચ વધે છે. વાસ્તવમાં નહેર પરથી ખેડૂતો ડિઝલ એન્જીન દ્વારા પાણી ખેંચતા હોય એવા 4 લાખથી પણ વધું ખેડૂતો હોવાનો અંદાજ સુરેન્દ્રનગરની સ્થિતી પરથી છે. આ ખેડૂતોના ખેતર સુધી માઈનોર નહેરો બનાવી આપવાની જવાબદારી ગુજરાત સરકારની હતી તે કરી નથી. તેથી ખેડૂતોને જે પાણી મફતમાં મળવાનું હતું ત્યાં તેને કુલ ખેતીના ખર્ચના 80 ટકા ખર્ચ નર્મદા નહેર પર એન્જીન બેસાડીને કરવું પડે છે.

તેઓને નહેરની સિંચાઈ ન હોવાથી કૂવા પર ડિઝલ એન્જીન મૂકીને પાણી ખેંચે છે.

ખેત ઉત્પાદનમાં સૌથી વધું ખર્ચ 70થી 85 ટકા સિંચાઈના પાણી પાછળ થાય છે. રાજકોટમાં બનતાં ઓઈલ એન્જીન અને પંપ સેટ ખેડૂતો વાપરે છે તેમાં માફકસરનું ડિઝલ વાપરતાં હોય એવા માત્ર 6 ટકા જ એન્જીન હોય છે. 50 ટકા એન્જીન દોઢાથી વધું ડિઝલ વાપરે છે. 24 ટકા પંપ સેટ દોઢ ગણાથી બે ગણા ડિઝલ વાપરે છે. 20 ટકા પંપ સેટ એવા હોય છે કે જે બે ઘણાથી પણ વધારે, ક્ષમતા કરતાં વધારે ડિઝલ વાપરે છે. એવું એક સરવેમાં જણાયું છે. આમ ખેડૂતોને બે તરફી માર પડે છે. વળી, ફૂટવાલ્વ, ગેસ્વેનાઈઝ્ડ પાઈપ, અક્ષમ એન્જીન, એન્જીનને અનુરૂપ ન હોય એવા પંપસેટ પસંદ કરવાથી ડિઝલ વધારે વપરાય છે. આમ ખેડૂતોને ચારે તરફથી માર પડે છે.

ખેડૂત આગેવાન સાગર રબારી કહે છે કે, 15 હોર્સ પાવરના એન્જીનમાં 3થી4 લિટર એક કલાકમાં ડિઝલ વપરાય છે. 10 હોર્સ પાવરમાં કલાકમાં દોઢથી 2 લિટર ડિઝલ વપરાય છે. કલાકમાં અડધો વિઘાથી 1 વિઘો સિંચાઈ થાય છે. એ હિસાબે ખેડૂતો ભારે મોટું ખર્ચ ડિઝલ પાછળ કરવું પડે છે.

ખેતી ખર્ચમાં જંગી વધારો થયો છે જેમાં ખાતરના ભાવ, ડિઝલના ભાવમાં વધારો થતાં ખેતીનું ખર્ચ બેસુમાર વધી ગયું છે.  તેથી શાકભાજી, મુખ્ય પાકોના ભાવમાં વધારો થયો છે. આંકડા પોતે જ ગાઈ વગાડીને કહે છે કે ખેડૂતની આવક ઘટી રહી છે, ડબલ થવાની વાતો માત્ર દીવાસ્વપ્નો જ છે.

ડિઝલમાં ભાવ વધારો ભાજપની કેન્દ્ર સરકાર આવી છે ત્યારથી આજ સુધીમાં બે ગણો થઈ ગયો છે. તેની સામે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો અને ચીનમાં 2014માં ડિઝલના ભાવ હતા તેનાથી 2021માં અડધા થઈ ગયા છે. ખેડૂત તેના ખેતરમાં રૂપિયા 10 હજારનું ખર્ચ કરે તો તેમાં 8 હજાર રૂપિયા ડિઝલ પાછળ ખર્ચ થાય છે.

86.59 ટકાનો ભાવ વધારો

આમ, વર્ષ 2013 થી 2021 સુધીના 9  વર્ષમાં ડીઝલના ભાવ 43.63 રૂપિયાથી વધીને 81.41 રૂપિયા થયો છે. ડિઝલમાં એક તબક્કે 100 ટકા ભાવ વધી ગયો હતો. હાલ 86.59 ટકાનો ભાવ વધારો છે. વળી ટ્રેક્ટર, સાધનો વગેરેમાં ડિઝલનો ભારે વધારો થાય છે. અંદાજ મુજબ એક ખેડૂતને હેક્ટરે ટ્રેક્ટરમાં રૂપિયા 5 હજાર અને ડિઝલ એન્જીનમાં હેક્ટરે રૂપિયા 30 હજારનો ભાવ વધારો આપવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp