સંસ્થા ખેડૂતોને મફત આપશે ગાય આધારિત બેક્ટેરિયા કલ્ચર, ગર્વનરના હસ્તે શુભારંભ

PC: Khabarchhe.com

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ માટે આખા દેશમાં જન અભિયાનનો ગુજરાતમાં રાજભવન ખાતેથી ભારંભ કરાવેલો છે. જેમાં  ખેડૂતોને માટે ક્રાંતિકારી શોધ કરીને ગાય આધારિત બેક્ટેરિયાનું કલ્ચર અમદાવાદમાં ગોપાલભાઈ સુરતીયાએ વિકસીત કરેલું છે. જે ખેડૂતોને આખા દેશમાં મફત આપવામાં આવશે. બેક્ટેરિયાનો ઉપયોગ કેમ કરતો તેનું મફત શિક્ષણ આપવામાં આવશે. 65 પ્રકારના ખેતીના પાકમાં ખર્ચમાં મોટો ઘટાડો કરીને ઉત્પાદનમાં ભારે વધારો કરી શકાશે.

અમદાવાદમાં સરખેજ પાસે શાંતિપુરા સર્કલ રીંગ રોડ પર બંસી ગીર ગાય ગૌશાળામાં બંસી ગીર ગૌશાળા છે. ગોપાલભાઈ સુતરીયા 063519 78087 એ બેક્ટેરિયાનું કલ્ચર વિકસીત કર્યું છે. જેનાથી પહેલા જ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ થઈ જાય છે. જેમાં કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાની જરૂર પડતી નથી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિને કારણે પ્રકૃતિનુ સંતુલન બગડયું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જળ-જમીન, પર્યાવરણ દૂષિત થયા  અને ઝેરયુક્ત ખાદ્યાન્નોના કારણે માનવ સ્વાસ્થ્ય સામે ખતરો પેદા થયો છે.

રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિ જ સૌથી મજબૂત વિકલ્પ હોવાનું જણાવ્યું હતું. ભૂમિ, હળ અને ગાયનું પૂજન કરી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

ભારતીય નસલની દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જ રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ બનશે એટલું જ નહીં ખેડૂતોની સમૃદ્ધિનું માધ્યમ પણ બનશે. ભૂમિ સુપોષણ અને સંરક્ષણ માટે નાગરિકોને સંકલ્પ લેવડાવ્યા હતા.

અમદાવાદની બંસી ગૌ-શાળાના ગોપાલભાઈ સુતરીયા આ કાર્યક્રમમાં હાજર હતા. તેમણે ગૌકૃપા અમૃતમ કલ્ચર  આખા દેશમાં કોઈ પણ ખેડૂતને સાવ મફતમાં એક લિટર આપવામાં આવશે. જે પછી ખેડૂતો જાતે જ તેને લાખો લિટરમાં બનાવી શકશે.

ગોપાલભાઈએ જણાવ્યું હતું કે, બેક્ટેરિયા આધારિત આ કલ્ચર 7 દિવસામાં યુરિયા, ડીએપી જેવા ખાતરનું સ્થાન લઈ લે છે. કલ્ચરનો ઉપયોગ કર્યા પછી 7 દિવસ પછી કોઈ રાસાયણીક ખાતર, યુરિયા, ડીએપી, ફોસ્ફરસ, માઈક્રો ન્યુટ્રીશનની જરૂર રહેતી નથી. કુદરતી રીતે જ પહેલા પાકથી જ તે ખેતરમાં બનવા લાગે છે.

હાલ તેમણે ગૌશાળા દ્વારા 1 લાખથી વધું ખેડૂતોને 1 લિટર કલ્ચર મફત આપ્યું છે. હાલ 22 રાજ્યોમાં 4.50 લાખ ખેડૂતો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. એક ખેડૂત બીજા ખેડૂતને સાવ મફતમાં આ કલ્ચર આપે છે. જેનાથી જમીન સારી બને છે.

બેક્ટરીયાનો ખોરાક ગાયનું છાણ છે

ગુજરાતની ગીર ગાયની દુર્લભ જાતના છાણ અને મૂત્રમાંથી 65 પ્રકારના બેક્ટેરિયા મેળવેલા છે. 21 ઔષધિયો અને પંચગવ્ય દ્વારા ડેવલપ કરેલું છે. જે અંગે ગોપાલભાઈએ વર્ષો સુધી સંશોધન અને પ્રયોગો કર્યા હતા. આ અંગેનું સંકલન અશોકભાઈ પટેલ કરે છે.

પ્રાકૃત્તિક ખેતીમાં 3-4 વર્ષ જમીનને તૈયાર થતાં વાર લાગે છે. પણ અહીં જે પાક વાવેલો હોય ત્યારથી જ ગૌકૃપા અમૃતમ કલ્ચરની અસર થવા લાગે છે. ગૌકૃપા અમૃતમ કલ્ચરના વપરાશથી અળસીયા મોટી માત્રામાં પેદા થવા લાગે છે. બીજી જીવાતો પાકને ફાયદો કરતી જીવાતો પેદા થવા લાગે છે. હાની કારક જીવોને ખાઈ જાય એવા મિત્ર જીવો ખેતરમાં પેદા થવા લાગે છે.

જમીનમાં કેમિકલ જામી ગયા હોય તે ગૌકૃપા અમૃતમ કલ્ચરથી તોડીને જમીનને વધું પોષક બનાવે છે. તેથી પાણી ઓછું જોઈએ છે. પાણી જમીનમાં અંદર સુધી જતું રહે છે.

લેબોરેટરી ટેસ્ટ થયા છે. ઈમ્યુનિટિ વધારતાં બેક્ટેરિયા મળી આવેલા છે. પ્રોબાયોટીક મિત્ર કિટાણું છે.

આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલગે અને મહારાષ્ટ્ર કૃષિ યુનિવર્સિટીમાં ગૌકૃપા અમૃતમ કલ્ચરની લેબોરેટરી તપાસ થઈ છે. જમીનને ડીટોક્સીસાઈડ કરવામાં મદદ કરે છે.

ગાયના ગોબર અને ગૌ મૂત્રમાં બેક્ટેરીયા મળેલા છે. જેમાં ડાયજેશન વધારીને પાકની બિમારીને ઓછી કરે છે.

ગાયના શરિરમાં પાચન ક્રિયા વધું સારી હોય છે.

એક સ્ટડી થયેલો 1 ગ્રામ માટીમાં 2 કરોડથી વધારે મિત્ર જીવાણું રહેતા હતા. હવે 40 લાખ પણ બચ્યા નથી. તેથી વનસ્પતિને પોષક તત્વો મળતા નથી. હવે નવા કલ્ચરથી ફરીથી 2 કરોડ બેક્ટેરિયા સુધી પહોંચી શકાશે.
ગૌકૃપા અમૃતમ કલ્ચરની એક લિટરની બોટલને 200 લિટર પાણીમાં બે લિટર છાસ અને કત્થઈ રંગનો ગોળ નાંથી એક અઠવાડિયામાં 1 લિટરથી 200 લિટર કલ્ચર બનાવે છે. જે  ખેતરમાં અનેક ગણા પ્રમાણમાં પેદા કરીને એક ખેડૂત બીજાને મફતમાં આપે છે.

ખેડૂતોને પંચગવ્ય મોંઘુ પડે છે. તેથી મલ્ટીપ્લાઈ થઈ શકે એવા વર્ષોના પ્રયોગો કરીને અમૂક ગાયના બેક્ટરેરિયા મળે છે. જોકે, પ્રોબાયટીક મટીરીયલ ખાનગી કંપનીઓ આપે છે. પણ તે મોંઘુ આપે છે. જિલ્લા પ્રમાણે ખેડૂતોની એક સાંકળ બનાવવામાં આવી છે. જે બધા ખેડૂતોને આપે છે.

આ કલ્ચરથી 23 ફૂટ ઊંચી શેરડી થઈ છે, જૂનાગઢમાં જેતપુર પાસે અને જસદણ પાસે થઈ છે.

બંસી ગીર ગૌશાળાની સ્થાપના ગોપાલભાઇ સુતરીયાએ 2006માં કરી હતી. તેઓ હાલ ગીર ગાયનું ગાયનું દૂધ, ઘી, મેડિકેટેડ બાર્લી ફ્લોર, જમીન ફળદ્રુપતા, ગોધૃત મલમ, લાલ દંત મંજન, ફ્લોર ક્લીનર, મોં ફ્રેશનર જેવી વસ્તુઓ બનાવે છે. (દિલીપ પટેલ) 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp