ચૂંટણી કરાવે ફાયદો: ખેડુતોને હવેથી 10 ક્લાક વિજળી મળશે

PC: wsj.com

ગુજરાત રાજ્યના ખેડૂતોને હવેથી પાક સિંચાઇ હેતુ માટે વીજ પૂરવઠો આઠને બદલે 10 કલાક મળતો થશે.  ગુજરાત સરકારે ધરતીપુત્રોના મોલ-પાકને વ્યાપક સિંચાઇ સુવિધા મળી રહે તે હેતુથી ખેતી વિષયક વીજ પૂરવઠો બે કલાક વધુ આપવા કરેલા નિર્ણયને ચૂંટણી પંચે મંજૂર રાખ્યો છે. આ નિર્ણયને પરિણામે હવેથી ધરતીપુત્રો 31 ડિસેમ્બર, 2017 સુધી કૃષિ-સિંચાઇ માટે બે કલાક વધારે એટલેકે 8 ને બદલે 10 કલાક વિજળી મેળવી શકશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.