ભારતમાં ફરી ખેડૂત આંદોલન શરૂ, 10 જૂને ભારત બંધનું એલાન

PC: enavakal.com

જો તમે શહેરમાં રહો છો તો હવે સાવધાન થઈ જાવ. હરિયાણામાં ખેડૂતો 10 દિવસ માટે રજા પર ઊતરવાના છે અને તેઓ શહેરોમાં પગ મૂકશે નહીં. વ્યાજ માફી, પાકની પૂરી કિંમત અને સ્વામિનાથન આયોગનો રિપોર્ટ લાગુ પડાવવા માટે ખેડૂતોએ એક નવી ટેક્નિક અપનાવી છે. 1થી 10 જૂન સુધી એક પણ ખેડૂત ગામની બહાર જશે નહીં અને ગામમાંથી ફળ-શાકભાજી, દૂધ અને અનાજની પણ સપ્લાય બંધ થઈ જશે.

રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘના આવેદન પર 90 ખેડૂત સંગઠનોએ ગામ બંધ કરવા માટેનું એલાન કર્યું છે. ફરી એક વખત ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. આ સાથે શહેરોમાં જરૂરી ખાદ્ય પદાર્થોનોની અછતની પણ સમસ્યા સર્જાશે. આ બંધ દરમિયાન 6 જૂને ગયા વર્ષે મધ્ય પ્રદેશના મંદસૌરમાં મૃત્યુ પામેલા છ ખેડૂતોની આત્માની શાંતિ માટે હવન અને શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવશે અને 10 જૂને ભારત બંધ કરવામાં આવશે.

રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘ તરફથી કોર કમિટીના સદસ્ય અને ભારતીય ખેડૂત યુનિયનના પ્રધાન ગુરનામ સિંહ ચઢૂનીએ જણાવ્યું હતું કે જાહેરાતો અને યોજનાઓના નામ પર સરકાર ખેડૂતોને છેતરી રહી છે. આજે પણ વ્યાજમાં ડૂબેલો ખેડૂત આત્મહત્યાનો માર્ગ જ પસંદ કરે છે. ખેડૂતો પણ હજી 12.60 લાખ કરોડનું લેણુ છે, જે માફ કરવામાં આવતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp