પહેલા તુવેર કૌભાંડની તપાસ કરો, અમારે પૈસા નથી જોઈતા ખેડૂતો

PC: khabarchhe.com

કેશોદમાં તુવેર ખરીદી કૌભાંડમાં 3 હજારથી વધુ બોરી સિઝ કરવામાં આવી છે. જેમાં 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થવા મુદ્દે સરકારે જાહેર કર્યું હતું કે, કોઈ પણ ખેડૂતોનુ પેમેન્ટ બાકી નથી. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં રૂ.150 કરોડ જમા થઈ ગયા છે. રૂ.184 કરોડ પૈકી રૂ.150 કરોડનું પેમેન્ટ કરાયું છે. જ્યારે રૂ.34 કરોડનું પેમેન્ટ આગામી સમયમાં ખેડૂતોને ચૂકવાઇ જશે.

પણ ખેડૂત સંગઠને સરકાર સમક્ષ માંગણી કરી છે કે, આ પેમેન્ટ ખેડૂતો સોગંદનામું રજૂ કરે પછી જ તેની ચૂકવણી સરકાર કરે. કારણ કે વેપારીઓએ ખેડૂતોના 7-12ના ઉતારાના આધારે પોતે જ તે માલ સરકારને આપ્યો છે. તેમાં મોબાઈ નંબર આપવા જરૂરી છે. વેપારીઓ પોતાના મોબાઈલ નંબર આપેલા છે. તેથી કૌભાંડની અંદર બીજું કૌભાંડ થયું છે. તેથી જે બાકી રૂપિયા ચૂકવવાના છે તે સરકાર સીધા ચૂકવે નહીં અને જે ખેડૂત સોગંદનામું આપે તેને જ તે પેમેન્ટ આપવું એવું મુખ્ય પ્રધાનને લખીને જણાવી દીધું છે.

125 મળ તુવેર ખેડૂત દીઠ ટેકાના ભાવે ખરીદ કરવી એવી યોજનાનો લાભ માત્ર ખેડૂતો જ લઈ શકે છે. વેપારીઓ લઈ શકતા નથી. પણ કેશોદમાં વેપારીઓએ આ લાભ લીધા છે. તેથી પેમેન્ટ તાકીદે અટકાવી દેવામાં આવે. તપાસ કરીને તેનું ચૂકવણું કરવામાં આવે.

ખેડૂતોના નામે નોંધણી કરી છે પણ તેમાં મોબાઈલ નંબર વેપારીઓના છે. તેથી ક્યારે તેનું વેચાણ થવાનું છે તે તારીખની જાણકારી વેપારીઓને સીધી ખબર પડે પણ ખેડૂતને તે અંગે જાણ પણ થતી નથી. તેમ ખેડૂત આગેવાન ભરતભાઈ લાડાણીએ જણાવ્યું હતું.

આમ સરકાર આ કૌભાંડ ગમે તે રીતે દાબી દઈને તેની ચર્ચા ન થાય એવું કરવા જાય છે પણ તેમાં એક પછી એક પોપડા ઉખડી રહ્યાં હોવાથી સરકારને તેનો જવાબ આપવો ભારે પડી રહ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા પણ આ કૌભાંડ હોય એવું માનતા નથી. તેમણે જાહેર કર્યું હતું કે, આ કૌભાંડ નથી પણ ખરાબ માલ આવી ગયો હતો.

પણ ખેડૂતો હવે રાજ્યની વડી અદાલતમાં જવાના છે અને ત્યાં આ કૌભાંડને પડકારવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp