સૌરાષ્ટ્રના લીંબુના સૌથી મોટા ખેડૂત કહે છે ભાવ સારા પણ ફાયદો નહીં

PC: Khabarchhe.com

સામાન્ય દિવસોમાં 20થી 75 રૂપિયા એક કિલોના મળે છે. જ્યારે ઉનાળામાં રૂપિયા 70 મળે છે. આ વખતે ગોંડલ ખેત બજાર ઉત્પાદન સમિતિમાં 20 કિલોના રૂપિયા 800થી રૂપિયા 2200 સુધી મળે છે.  2021ની ઋતુમાં 50 ટકા ઉત્પાદન ઘટ છે. તેથી ભાવ સારા મળે છે પણ સરવાળો બરાબર થાય છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે ફ્લાવરીંગ ઓછું થયું હતું. શિયાળામાં ઝાકળ અને ઠાર મોટા પ્રમાણમાં આવતાં ફાલ પર વિપરીત અસર  કરી છે. ગુજરાતમાં 80 એકર ખેતરમાં લીંબુ પકવતાં અગ્રગણી હરોળના ખેડૂત રસીકભાઈ ભાડાણિયા 9727758804 કહે છે કે, 2020ના ચોમાસામાં વરસા ખેંચાતા લીંબુમાં ફ્લાવરીંગ મોડું થયું હતું. વરસાદ બંધ થયા પછી એક મહિને ફ્લાવરીંગ આવને છે. તેથી મોડી સીઝન શરૂ થઈ છે.  

સૌરાષ્ટ્રના મોટા ખેડૂત

મૂળ વાલાસણના ખેડૂત અને હાલ ચોટીલામાં ખેતી કરતાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લીંબુ ઉત્પાદક રસીકભાઈ ભાડાણિયા કહે છે કે, ઠંડી અને ઝાડળ, રાતના ઠંડી અને દિવસે તાપ થતાં તે સમયે લીંબુ બંઘાવા જોઈએ તેવા ન બંધાયા. એક મહિના પછી બીજું ફ્લાવરીંગ આવતાં હવે એપ્રિલના અંતમાં લીંબુ મોટા પ્રમાણમાં પાકશે.  

ચોટીલા

ચોટીલાના ખેડૂત રસીકભાઈ ભાડાણિયા કહે છે કે, કર્ણાટક અને બીજા રાજ્યોમાંથી લીંબુ ગુજરાતમાં આવે છે. ચોટીલામાં 2000થી 120 એકર જમીન ધરાવે છે. 80 એકરમાં લીંબુ છે. મને ખેતીનો શોખ છે. આસપાસના ખેડૂતોને ખેતી અંગે જ્ઞાન આપું છું. લીંબુમાં 3 વખત ફ્લાવરીંગ આવે અને 4 મહિને લીંબુ બને છે.

ગુજરાતમાં લીંબુની ખેતીમાં તેજી છે. 1થી 1.20 લાખ ખેડૂતો 46થી 50 હજાર હેક્ટરમાં 6થી 7 લાખ ટન લીંબુ પકવે છે. જે ભારતના 19.25 ટકા હિસ્સો છે. ભારતમાં 32 લાખ ટન લીંબુ પાકે છે.
2014-15માં 4.62 લાખ ટન લીંબુ પાક્યા હતા. જે 2017-19માં 6 લાખ ટન અને 2020માં 7 લાખ ટન લીંબુ પાક્યા હતા. ખેડૂતોને જે રીતે લીંબુની ખેતીમાં ઉત્પાદન ઘટ આવી છે તે પ્રમાણે  આ વર્ષે 5 લાખ ટન લીંબુ થઈ શકવાની શક્યતા છે.

હેક્ટરે 13થી 16 ટન ઉત્પાદન થાય છે. આ વખતે ઉત્પાદકતાં અડધી થઈ ગઈ છે.  50 હજાર હેક્ટરમાં  વાતાવરણે ભારે મોટો ધક્કો માર્યો છે. ભારતમાં સૌથી વધુ લીંબુ ગુજરાતના ખેડૂતો પકવે છે. આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયમાં હેક્ટરે 30 ટન લીંબુનું ઉત્પાદન થયું હતું.

લીંબુનું ઉત્પાદનમાં રાજ્યોનો ઉત્પાદન ફાળો – %

1 ગુજરાત - 19.24

2 આંધ્રપ્રદેશ  - 17.85

3 મધ્યપ્રદેશ - 9.74

4 કર્ણાટક - 9.73

5 ઓરિસ્સા - 8.25

6 મહારાષ્ટ્ર - 7.96

7 તેલંગાણા - 5.66

8 તામિલનાડુ - 3.76

9 બિહાર - 3.6

ભારત કુલ 3,14700 ઉત્પાદન

મહેસાણામાં 2017માં 12311 હેક્ટર, 2020માં 15 હજાર હેક્ટરમાં કાગદી લીંબુના ખેતરો હતા. ગુજરાતમાં સૌથી વધું રૂપિયા 400-500 કરોડના અહીં લીંબુ પાકે છે. એક વૃક્ષ પરથી 250 કિલો લીંબુ ખેડૂતો પેદા કરે છે. વિશ્વના 20 દેશોમાં નિકાસ થાય છે. વડોદરામાં ટીસ્યુકલ્ચરના બીયા બગરના અને બીજા લીંબુ 1200 હેક્ટરમાં થાય છે. ઓર્ગેનિક ખેતીમાં પેદા થતાં લીંબુ 28 દિવસ વગડતા ન હોવાના ખેડૂતોના અનુભવ છે.

સસ્તા લીંબુ

સીકભાઈ ભાડાણિયા કહે છે કે, 20 કિલોના 200 રૂપિયા ભાવે સસ્તા લીંબુ ચોમાસામાં પ્રોસેસિંગ કરનારા ઉદ્યોગો માલ ખરીદે છે. જે ચોમાસામાં ભાવ ઓછો થઈ જાય છે. ખેડૂતોનો સસ્તો માલ પડાવી લે છે તેથી લીંબુ પકવતાં ખેડૂતો માટે ઘણી મુશ્કેલી ઊભી થાય છે. ખેડૂતોનો સસ્તો માલ ખરીદીને બજારમાં તે ઘણાં ઊંચા ભાવે લોકો ખરીદે છે. અથાણું બનાવતાં વેપારીઓ ચોમાસામાં સસ્તા અને ખરાબ ગુણવત્તાના લીંબુ ખરીદીને તેમાંથી અથાણું બનાવે છે. જે લીંબુનું અથાણું 3-4 વર્ષ સુધી બેરલમાં ભરી રાખે છે. 5 હજાર બેરલ ભરી રાખેલા હોય એવા વેપારીઓ પણ છે. જેમાં ખેડૂતો અને ગ્રાહકોનું આર્થિક શોષણ થાય છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp