પાણીની અછતનો સામનો કરી રહેલા ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર

PC: gujaratinformation.net

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિન 1-મે થી રાજ્યભરમાં સુજલામ્ સુફલામ્ અભિયાનનો શુભારંભ કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અભિયાનનો શુભારંભ કરાવ્યા બાદ તા.16-મે સુધીના પ્રથમ 16 દિવસમાં નર્મદા યોજનાનો કેનાલ નેટવર્કમાં સફાઇ અને મરામતની કામગીરીમાં જનશક્તિનું વિરાટ દર્શન થઇ રહ્યું છે. સુજલામ સુફલામ જળસંચય અભિયાન સંદર્ભે રાજ્યના નર્મદા નિગમની યાદીમાં જણાવ્યાનુસાર રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાના કેનાલ નેટવર્કમાં પણ સફાઇ તેમજ મરામતના કામ પૂરજોશમાં ચાલી રહ્યા છે. ખેડૂતો માટે આનંદના સમાચાર એ છે કે, રાજ્યના 16 જિલ્લાઓના 65 તાલુકામાં હાથ ધરાયેલી સઘન કામગીરી અંતર્ગત તા.16 મે સુધીમાં 4100 કિ.મી. લંબાઇની નર્મદા નહેરમાં સફાઇ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કિસાનોએ નહેર સફાઇની કામગીરીમાં અભૂતપૂર્વ પ્રતિસાદ આપીને વિરાટ જનશક્તિના દર્શન કરાવ્યા છે. આ જ રીતે 2,577 કેનાલ સાયફનની સફાઇ કામગીરી પણ કરવામાં આવી છે. 

આ ઉપરાંત આ અભિયાન અંતર્ગત નહેરની મરામતની કામગીરી પણ હાથ ધરાઇ છે જે અનુસંધાને 925 કિ.મી. લંબાઇની નહેરમાં મરામતની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જનસહભાગિતાથી કરવામાં આવેલી આ કામગીરીના કારણે નહેરમાં સરળતાથી પાણીનો પ્રવાહ વહી શકશે એટલું જ નહીં કિસાનોના છેવાડાના ખેતર સુધી સતત પાણી ઉપલબ્ધ થઇ શકશે. આ કામગીરીથી કમાન્ડ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હોવાનું પણ નિગમની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp