ગુજરાતમાં ડાંગર, બાજરી અને મકાઇનું વાવેતર કરનાર ખેડૂત માટે ગૂડ ન્યૂઝ

PC: safalkisan.co

ખેડૂતોના હિત માટે હંમેશાં સંવેદનશીલ એવી મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે અનેક ખેડૂતલક્ષી નિર્ણયો લીધા છે. જેના ભાગ રૂપે બજાર કરતાં ઊંચા ટેકાના ભાવે ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદીનો રાજ્ય સરકાર દ્વારા તા. 17 ઓક્ટોબરથી પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 2619.38 ક્વિન્ટલ અનાજ ટેકાના ભાવે ખરીદી ખેડૂતોને તાત્કાલિક રૂ.46.16 લાખની ચૂકવણી હાથ ધરાઇ છે. ગત વર્ષ કરતા આ ટેકાના ભાવોમાં જુદા જુદા પાકોમાં રૂ. 180થી લઇને રૂ. 525 સુધીનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

રાજ્યના પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયા પ્રમાણે આ વર્ષે રાજ્યભરના 142થી વધુ APMC કેન્દ્રો પરથી 17 ઓક્ટોબર થી 22 ઓક્ટોબર એમ દરમિયાન ડાંગર ગ્રેડ-એ અને ડાંગર કોમન ઉપરાંત બાજરી તથા મકાઇની કુલ મળીને 2619.38 ક્વિન્ટલની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલા આ અનાજની સામે રૂ.31 લાખની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. જ્યારે બાકીની રકમ તાત્કાલિક ધોરણે ચૂકવાશે. આ ખરીદીમાં 2437 ક્વિન્ટલથી વધુ ડાંગર, 123.50 ક્વિન્ટલ મકાઇ અને 58.88 ક્વિન્ટલ બાજરીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ડાંગર ગ્રેડ-એ ના ગત વર્ષના ટેકાના ભાવ પ્રતિ કિવન્ટલના રૂ.1590 હતા તેમાં રૂ.180નો વધારો કરી ચાલુ વર્ષ 2018-19માં રૂ. 1770 કર્યા છે. ડાંગર કોમન ના ગત વર્ષના ટેકાના ભાવ પ્રતિ કિવન્ટલના રૂ.1550માં રૂ. 200નો વધારો કરી ચાલુ વર્ષ 2018-19માં રૂ.1750 કર્યા છે અને બાજરીમાં ગત વર્ષના ટેકાના ભાવ પ્રતિ કિવન્ટલના રૂ.1425માં રૂ.525નો વધારો કરીને ચાલુ વર્ષમાં રૂ.1950 કર્યા છે. જ્યારે મકાઇના ગત વર્ષનો ભાવ રૂ.1425 હતો જેમાં રૂ.275નો વધારો કરીને આ વર્ષે રૂ.1700 કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp