આ રીતે ખેતી કરનારા ખેડૂતોને સરકાર આપી રહી છે 5 લાખની આર્થિક સહાય

PC: khabarchhe.com

કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે જ દેશભરના ખેડૂતોની આવક વધારવા (Farmers Income) માટે કેન્દ્ર સહિત રાજ્ય સરકાર પણ અનેક યોજનાઓ ચલાવી રહી છે. જેથી ખેડૂતોની આવક બમણી થઈ શકે અને ખેડૂતો વધુ વાવેતર કરી શકે. કૃષિને પ્રોત્સાહન આપવા માટે ઘણી નવી તકનીકો પણ શરૂ કરવામાં આવી રહી છે. પીએમ કિસાન યોજના ઉપરાંત સરકાર દ્વારા આવી બીજી એક વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને સરકાર તરફથી પૂરા 5 લાખ રૂપિયાની મદદ મળશે.

ડ્રોનથી ખેતીને આપવામાં આવશે પ્રોત્સાહન

ખેડૂતોને આવક વધારવા માટે અને ખેતીને ઝડપી બનાવવા માટે ડ્રોનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ડ્રોનનો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો કમાઈ શકે છે. ડ્રોન ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેની ખરીદી પર સબસિડી આપવામાં આવી રહી છે.

ખેડૂતોની આવક વધારવા માટે લીધો નિર્ણય

સરકાર ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકા સબસિડીના દરે મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપી રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ડ્રોન પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે.

ક્યા ખેડૂતોને કેટલી મળે છે સબ્સિડી ?

નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો અને પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકાના દરે મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. તે જ સમયે અન્ય ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે 40 ટકા અથવા વધુમાં વધુ 4 લાખ રૂપિયાની સબસિડી મળે છે.

પાકને નથી થતો કોઈ નુકશાન

આપને જણાવી દઈએ કે ડ્રોન વડે ખેતી કરવામાં ખેડૂતોનો ખર્ચ ઓછો થાય છે. આ સાથે ઉભા પાકને ફળદ્રુપ કરવું અને જંતુનાશકોનો છંટકાવ કરવો ખૂબ જ સરળ બને છે. તેનાથી ખેડૂતોનો સમય પણ બચે છે. તેમજ પાકને પણ કોઈ નુકસાન થતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp