26th January selfie contest

ગુજરાત સરકારે ખેડૂતોના વીજ બિલ માફીની જાહેરાત કરી પણ વીજ બિલ માફ થયા નથી

PC: farminguk.com

રાજકીય નેતાઓ મત મેળવવા માટે જનતાને નવા-નવા વાયદાઓ કરે છે. પણ જ્યારે આ રાજનેતાઓ જનતાના મતથી ચૂંટાઈને આવે છે, ત્યારે જનતાના કામ કરવાનું ભૂલી જાય છે. જીતેલા નેતાઓ જે સમયે મત માગવા માટે આવે ત્યારે અમે જનતાની સાથે અને ખેડૂતોની સાથે હંમેશાં ઊભા રહીશું તેવા શબ્દો ભાષણમાં બોલે છે. ત્યારે જનતા આ નેતાઓની વાતમાં આવીને વધારે મત આપીને તેના નેતાને જીતાડે છે. નેતાઓ જીત્યા પછી પોતે કરેલા વાયદાઓ ભૂલી જાય છે જેથી ખેડૂતો અને જનતાને સરકારી કચેરીના ધક્કા ખાવા સિવાય કોઈ રસ્તો દેખાતો નથી.

આવું જ કંઇક થયું છે જસદણની પેટા ચૂંટણી દરમિયાન. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસની આ જાહેરાતના કારણે ગુજરાત સરકારે જસદણની પેટા ચૂંટણી દરમિયાન લોકોના મત મેળવવા માટે ખેડૂતોના વીજ બિલ માફ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ ચૂંટણી જીત્યા પછી પણ સરકારની આ જાહેરાતની અમલવારી આજ દિન સુધી થઈ નથી.

સરકારની આ જાહેરાતનો લાભ લેવા માટે ગીરસોમનાથના કોડીનાર ખેડૂતો વીજ બિલ માફીને લઈને ખેડૂતો છેલ્લા એક મહિનાથી વીજ વિભાગની કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. સરકાર દ્વારા વીજ બિલ માફીની જાહેરાત કરીને લોકોના મત મેળવી લેવાયા પણ વીજ કંપનીને આજ દિન સુધી વીજ બિલની માફી માટે કોઈ પણ પ્રકારના આદેશો કે પરિપત્ર આપવામાં આવ્યો નથી. ખેડૂતોએ આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકારે કરેલી જાહેરાતના કારણે અમે લોકો નવું મીટર મેળવવા માટે વીજ કચેરીએ ધક્કા ખાઈએ છીએ પણ અમને ત્યાંથી એવો જવાબ મળે છે કે, સરકાર દ્વારા અમને આ બાબતે કોઈ પણ જાણ કરવામાં આવી નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp