વર્ષે 27,000 ખેડૂતો પાસેથી સરકાર જમીન આંચકી લે છે

PC: India Warehousing

ગુજરાત સરકાર વર્ષે સરેરાશ 27,000 ખેડૂતો પાસેથી તેની જમીન આંચકી લે છે. ખેડૂતોના ભોગે કંપનીઓનો વિકાસ થઈ રહ્યો છે. ખેતીની ફળદ્રુપ જમીન આવા પ્રોજેક્ટ માટે બળજબરીથી કાયદાના જોરે આંચકી લેવામાં આવે છે. 2010થી 2014 સુધીના ચાર વર્ષમાં 1,33,676 ખેડૂતોએ જમીન ગુમવી હતી. તેમાં હવે બુલેટ ટ્રેન અને દિલ્હી મુંબઈ ફ્રેઈટ કોરીડોર મળીને 2018સુધીમાં બીજા એટલાં જ ખેડૂતોને જમીન સોતા ઉખેડીને ફેંકી દેવામાં આવ્યા છે. 2010થી 2014 સુધીમાં કૂલ 34,987 હેક્ટર જમીન ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવી હતી. જે 350 ગામને ઉજ્જડ કરવા બરાબર છે. તેનો મતલબ કે છેલ્લાં 8 વર્ષમાં ગુજરાતમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં જમીન ગુમાવવી પડી છે. સરકારે જ તેમની જમીન સંપાદન કરીને પોતાના હસ્તક અલગ અલગ પ્રોજેક્ટ માટે લઈ લીધી છે. જેના કારણે લગભગ બે લાખ ખેડૂતો કરતાં પણ વધારે ખેડૂતો જમીન ગુમવી ચૂક્યા છે. બુલેટ ટ્રેનમાં 2000 હેક્ટર જેવી જમીન ગઈ છે. ધોલેરા, સાણંદ, વિરમગામ, દહેજ, એક્સપ્રેસ વે, દિલ્હી મુંબઈ ફ્રેઈટ કોરીડોર જેવા પ્રોજેક્ટ અને સેઝમાં વ્યાપક પ્રમાણમાં જમીન ગઈ છે. ફ્રેઈટ કોરીડોર કોર્પોરેશન દ્વારા 95 ટકા જમીન મેળવી લેવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી 565 કિ.મી. લંબાઈની રેલ પસાર થાય છે. 31 ગામડા કરજણ, પાદરા, વડોદરા તાલુકાના છે. 28 ગામો અંદલેશ્વર, ભરૂચ અને આમોદ તાલુકા ભરૂચના છે. કૂલ 11,180 હેક્ટર ખેતીની જમીન રેલવેમાં જરૂરીયાત સામે મોટાભાગની ગુજરાતમાં છે.

2010થી 2014 સુધી ગયેલી જમીન

જિલ્લો  ખેડૂતો હેક્ટર
સુરેન્દ્રનગર 39398 5607
આણંદ 15044 402
ભરૂચ 3420 7267
અમદાવાદ 2590 6745
બનાસકાંઠા 11779 958
કચ્છ 5197 5347
દ્વારકા 167 102
તાપી 485  159
દાહોદ 2074 237
નવસારી 14 1.00
વલસાડ 1126 70
વડોદરા 2793 820
જામનગર 2437 295
અરવલ્લી 579 67
સોમનાથ 776 61
ખેડા 15423 947
ડાંગ 01 0.05
સુરત 3022 745
જૂનાગઢ 1582 271
સાબરકાંઠા 61 51
મહેસાણા 6824 1088
ગાંધીનગર 284 60
ભાવનગર 6770 803
બોટાદ 3160 376
નર્મદા 198 49
પાટણ 8881 2342
મહીસાગર 11 0.54
રાજકોટ 179 92
પંચમહાલ 1172 99
છોટાઉદેપુર 229 82
  • કૂલ ખેડૂત 1,33,676
  • કૂલ જમીન 34,987.59 હેક્ટર



 
  
   
  
  
  


 

   
 
  

  

   
   
  

  
   



 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp