મગફળીની ટેકાના ભાવે ખરીદી ટૂંક સમય માટે મુલત્વી, કૃષિ મંત્રીએ આપ્યું આ કારણ

PC: khabarchhe.com

કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાડદિયાએ એ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં આજથી શરૂ થનારી મગફળીની ટેકાના ભાવે ખરીદી વરસાદી માહોલ અને ભેજવાળા વાતાવરણના કારણે ટૂંક સમય માટે મુલત્વી રાખવામાં આવી છે. આ ખરીદી આગામી તા. 26મી ઓક્ટોબરથી કરાશે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને હાલ રાજ્યમાં ભેજવાળુ વાતાવરણ અને વરસાદી માહોલને પરિણામે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોના હિત માટે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં ભેજવાળા વાતાવરણને પરિણામે મગફળી ભેજવાળી હોય તેથી ખેડૂતોને FAQ મુજબ ગુણવત્તા ન મળતા મગફળી રિજેક્ટ થવાની શક્યતા રહે છે. આવા સંજોગોમાં ખેડૂતોને ધક્કા ન થાય અને હેરાનગતિ ન થાય તેને ધ્યાને લઇને ખેડૂતોના હિતમાં આ મહત્ત્વનો નિર્ણય કરાયો છે.

રાજ્યભરમાં આગામી 26મી ઓક્ટોબરથી મગફળીના ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે જેમાં અન્ન નાગરિક પુરવઠા નિગમ અને નાફેડના સંકલનમાં ખરીદી પ્રક્રિયા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp