10 કલાક વીજળી મળવાથી ખેડૂતોનો પાક બચશે, આર્થિક નુકસાન ભોગવવુ નહીં પડે: સૌરભ પટેલ

PC: twitter.com/saurabhpatelguj

ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી નિર્ણય લઈ કપરાકાળમા ખેડૂતોના પડખે ઉભી રહી છે ત્યારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આગામી 7મી ઑગસ્ટથી 10 કલાક વીજળી અપાશે.

ઉર્જામંત્રી સૌરભ પટેલે ઉમેર્યુ કે, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમા વરસાદ ખેંચાતા આ વિસ્તારના ખેડૂતો દ્વારા રજૂઆતો મળી હતી. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ આ ખેડૂતલક્ષી નિર્ણય કરાયો છે.

સૌરભ પટેલે કહ્યુ કે, રાજ્યના ખેડૂતોને અત્યારે આઠ કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે પરંતુ, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે આ વિસ્તારના ખેડૂતોને હવે આઠ કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે. જેનાથી ખેડૂતોનો પાક બચશે અને આર્થિક નુકસાન સહન કરવુ પડશે નહી તેમ તેમણે ઉમેર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp