વિશ્વની પ્રથમ ઓગ્રેનિક યુનિવર્સિટી હોવા છતાં ગુજરાત સેન્દ્રિય ખેતીમાં પછાત

PC: yourstory.com

રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગ વિના સજીવ - ઓર્ગેનિક ઉત્પાદનો પેદા કરવામાં ગુજરાત સરકાર ઉણી ઉતરી રહી છે. ખેડૂતો પોતે સરકારની મદદ વગર સજીવ કે સેન્દ્રિય ખેતી કરી રહ્યાં છે. પણ સરકારે 2015માં સેન્દ્રિય ખેતી નીતિ અને 2017માં ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવી હોવા છતાં પ્રગતિ કરી શક્યા નથી. 

બહુ ઓછી જમીન 

ગુજરાતમાં ગોપકા - ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્શન એજન્સી સર્ટીફિરેશન માટે કામ કરે છે. ગુજરાતનો ડાંગ જિલ્લો આખો ઓર્ગેનિક જાહેર કરેલો છે. ડાંગની 53 હજાર હેક્ટર જમીનને સેન્દ્રિય વિસ્તાર બનાવવા માટે કામ થાય છે.

તેમ છતાં ગુજરાતમાં 1 લાખ હેક્ટર જમીન પણ સેન્દ્રિય ખેતી તરીકે સત્તાવાર રીતે જાહેર કરી શકાઈ નથી.

ભારતમાં 35.6 લાખ હેક્ટરમાં જૈવિક કૃષિ પેદાશોની ખેતી થાય છે. જેમાં 20 લાખ હેક્ટર ખેતરો અને 15 લાખ હેક્ટર જંગલની પેદાશો છે. ગુજરાત કઈ દીશામાં જઈ રહ્યું છે તેનું આ સૌથી મોટું ખરાબ ઉદાહણ છે. 

ઓર્ગેનિક યુનિવર્સિટીનું કોઈ મકાન નથી

ઓર્ગેનિક યુનિવર્સિટીના કુલપતિ બી આર શાહ છે, હાલોલમાં 23 હેક્ટર જમીન છે. સીડ ફાર્મ હતું. 3 વર્ષ લાગશે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રહે છે. ત્યાં ભણે છે. 2019માં જૂલાઈમાં કોર્ષ નક્કી કરાયા છે. બે કોર્ષમાં 6 વિદ્યાર્થીઓ ભણે છે.

ડિસેમ્બર 2020માં 26 જગ્યા મંજૂર થઈ છે. તેની નિયક્તિ હજું થઈ નથી. આણંદ યુનિવર્સિટીમાં ઓગ્રેનિક સેલના પ્રોફેસરો ભણાવે છે.

વેબીનારથી ખેડૂતો સાથે વાત થાય છે.

ગાંધીનગર કૃષિ ભવનમાં ઓર્ગેનિક યુનિવર્સિટી બેસે છે. વીસી સાથે સ્ટાફ 3નો છે. પોલીસ હાઉસીંગના સ્ટાફની મદદ લેવી પડે છે.

ભારતમાં ખેતી

31 માર્ચ 2020ના રોજ ઓર્ગેનિક સર્ટિફિકેશન પ્રક્રિયા (ઓર્ગેનિક પ્રોડક્શન માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ નોંધાયેલા) હેઠળ 67.67 મિલિયન હેક્ટર (2019-20) છે. આમાં ખેતીલાયક વિસ્તારના 2.29 મિલિયન હેક્ટર અને 1.37 મિલિયન હેક્ટર જંગલી પાક સંગ્રહનો સમાવેશ થાય છે.

મધ્ય પ્રદેશમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, ઓડિશા, સિક્કિમ અને ઉત્તર પ્રદેશ ઓર્ગેનિક સર્ટિફિકેશન હેઠળ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન પછી મધ્યપ્રદેશ સૌથી વધુ ઉત્પાદક છે.

2016 દરમિયાન, સિક્કિમે તેની સમગ્ર ખેતીલાયક જમીન 75000 હેક્ટરથી વધુ છે.  

કયા પાકની નિકાસ

ભારતે ઓઇલ બિયાં, શેરડી, અનાજ અને બાજરી, કપાસ, કઠોળ, સુગંધિત અને ઔષધીય વનસ્પતિ, ચા, કોફી, ફળો, મસાલા જેવા તમામ પ્રકારના ખાદ્ય ઉત્પાદનો સહિતના ઉત્પાદનોનું ઉત્પાદન લગભગ 2.75 મિલિયન મેટ્રિક ટન (2019-20) કર્યું છે. સુકા ફળો, શાકભાજી, પ્રોસેસ્ડ ફૂડ, સુતરાઉ રેસા, કાર્યાત્મક ખોરાક ઉત્પાદનો વગેરે પણ બનાવે છે.

2018-19માં રૂ.5151 કરોડની વસ્તુઓ નિકાસ થઈ હતી. 50 ટકા વૃદ્ધી હતી. અગાઉના વર્ષે રૂ.3453 કરોડ હતી. ભારતમાં 2019માં 26.7 લાખ ટન સર્ટિફાઈડ ઓર્ગેનિક પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું હતું. જેમાં

નિકાસ

2019-20માં રૂપિયા 4689 કરોડની 6.39 લાખ મે.ટન નિકાસ હતી.
2019-20 દરમિયાન નિકાસ 6.389 લાખ મેટ્રિક ટન હતી.

ગુજરાતમાં ભાલ પ્રદેશમાં 20 હજાર હેક્ટરમાં ભાલિયા ઘઉં થાય છે. જેને ઓર્ગેનિક ખેત પેદાશ તરીકે ફેરવી શકાય તેમ છે. દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લો સેન્દ્રિય ખેતી માટે સૌથી શ્રેષ્ઠ છે. 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp