ગુજરાતમાં વર્ષે આટલા કરોડ ઇંડા પેદા થાય છે, આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ 2 હજાર કરોડ

PC: howlongdoyouboileggs.blogspot.com

ઈંડાના ઉત્પાદનનો વિકાસ દર રાજસ્થાનનો 14.2 ટકા છે અને ગુજરાતનો સૌથી છેલ્લો 3.8 ટકા વિકાસ દર છે. કેરાલા, ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યોનો ઈંડા પેદા કરવાનો વિકાસ દર સાવ ઓછો છે. જેમાં ગુજરાત પહેલાં ઈંડા ખાવાનું પ્રમાણ ધરાવતું હતું હવે તે પ્રમાણ 15 મહત્વના રાજ્યોમાં 14માં સ્થાન પર ટકી રહ્યું છે.ગુજરાતના પશુપાલન વિભાગ દ્વારા આ અહેવાલ તૈયાર કરીને કેન્દ્રના પશુપાલન વિભાગને મોકલી આપેલો હતો. 

ઈંડાના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાતનો હિસ્સો માંડ 1.8 ટકા છે. રાજસ્થાનનો હિસ્સો 1.6 ટકા છે. આંધ્ર પ્રદેશ દેશમાં સૌથી 19.1 ટકા ઈંડા પેદા કરે છે. ત્યાર બાદ તમિલનાડુ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, હરિયાણા છે.

માથાદીઠ ઈંડા

ગુજરાતમાં માથા દીઠ 29 ઈંડાં વર્ષે પેદા થાય છે. રાજસ્થાનમાં 22 અને ઉત્તર પ્રદેશમાં 12 ઈંડા વ્યક્તિ દીઠ સરેરાશ ઉત્પન્ન થાય છે. સૌથી વધું આંધ્ર પ્રદેશમાં 372 ઈંડા માથા દીઠ છે. ત્યાં સરેરાશ દરેક વ્યક્તિ રોજ એક ઈંડું ખાય છે. તમીલનાડુ દેશમાં ઈંડા ખાવામાં બીજા નંબરનું રાજ્ય છે.

જોકે ગુજરાતમાં ઈંડાનું ઉત્પાદન તો સતત વધી જ રહ્યું છે. વર્ષે અંદાજે 200 કરોડ ઈંડા પેદા થાય છે. પણ આંધ્ર પ્રદેશમાં 2013-14 પછીથી 2018-19 સુધીમાં 1300 કરોડથી સીધો 2 હજાર કરોડ ઈંડા વર્ષે ખવાઈ જાય છે. રાજસ્થાન અને છત્તીશગઢમાં ગુજરાત કરતાં ઓછા ઈંડા પેદા થાય છે. ઈંડા ખાવામાં દક્ષિણ ભારત આગળ છે.

87.33 ટકા ઈંડા સુધારેલી જાતની મરઘીના હોય છે. જ્યારે 11.52 ટકા દેશી મરઘીના ઈંડા છે. 1 ટકો બતકના ઈંડા ખવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp