ગુજરાતના ખેડૂતો પેદા કરે છે આટલા હજાર કરોડના કેળા પણ નિકાસ માટે સરકાર ઉદાસીન

PC: sambasivamagri.blogspot.com

મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા 8 ફેબ્રુઆરી 2018ના દિવસે ફેસબુક પર જાહેર કરાયું હતું કે, 42 લાખ ટન કેળાના ઉત્પાદન સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક પર છે. ખેડૂતોએ ભારતમાં સૌથી વધું ઉત્પાદન ગુજરાતમાં કરી બતાવ્યું છે. ત્યાર પછી ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે અરબ સાગરના નજીકના દેશોમાં કેળાની નિકાસ વિદેશમાં વધવી જોઈતી હતી પણ તેમાં વધારો થયો નથી. ગુજરાત પાસે 42 બંદરો છે. 

ગુજરાતના કેળા રીટેઈલ ચેઈન સ્ટોર્સમાં પહોંચે છે. ભરૃચ જિલ્લો કેળાના ઉત્પાદનમાં વર્ષોથી મોખરે છે. કેળાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે. 
2018-19માં 70 હજાર હેક્ટરમાં 46 લાખ મેટ્રિક ટન કેળા પાક્યા હોવાનો અંદાજ છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 36 હજાર હેક્ટરમાં 25 લાખ ટન કેળા પેદા થયા હતા. આમ દક્ષિણ ગુજરાતમાં ભરુચ, વડોદરા, નર્મદા, આણંદ અને સુરત અડધા કેળા પાકે છે. 

2016-17માં ગુજરાતમાં 65 હજાર હેક્ટરમાં 42 લાખ ટન કેળાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. 2016-17માં 8.58 લાખ હેક્ટરમાં 300 લાખ ટન કેળા થયા હતા. ઉત્તર ભારતમાં આવેલા વોલમાર્ટ સ્ટોર્સમાં કેળા પૂરું પાડવાનું કામ રાજકોટની એક ફ્રૂટ સપ્લાય કંપની કરે છે. જાણીતા રીટેઈલ ચેઈન સ્ટોર્સમાં કેળાનો પુરવઠો ગુજરાતમાંથી પૂરો પાડવામાં આવે છે. 

હાયબ્રિડ ડ્વાર્ફ કેવેન્ડીશ જાતના કેળા વધું ઉગાડાય છે. મોટા ભાગે ટીસ્યુ કલ્ચર પર ખેડૂતો કેળાના બગીચા તૈયાર કરે છે. .

25-30 હજાર કરોડ રૂપિયાના કેળા ભારતમાં પાકે છે. જેમાં ગુજરાતમાં 3000 કરોડના કેળા પાકે છે. આંધ્રમાં 3100 કરોડ, મહારાષ્ટ્ર 4000 કરોડ, તમાલ નાડુ 6000 કરોડ રૂપિયાના કેળા 2015માં પેદા કરતું હતું. 

વૈશ્વિક કેળાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 26 ટકા છે. તમિળનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશમાં કેળા પાકે છે. કેરી પછી કેળા સૌથી વધું પાકે છે. 29.72 મિલિયન ટન વાર્ષિક ઉત્પાદન છે. 

ભારત પછી ચીન, ફિલિપાઇન્સ, એક્વાડોર, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશો આવે છે. નિકાસની દ્રષ્ટિએ, કેળાના ટોચના 4 નિકાસકારો ઇક્વાડોર, ફિલિપાઇન્સ, ગ્વાટેમાલા અને કોસ્ટરિકા છે. કેળામાં એકંદરે વૈશ્વિક વેપારની અપેક્ષા US 9497 મિલિયન ડોલરની છે. કેળાની કુલ નિકાસમાં ભારતનો હિસ્સો વિશ્વવ્યાપી નિકાસ કરવામાં આવેલા કુલ જથ્થાના 0.14% છે.  

નિકાસ કેમ નહીં 

આથી તે તારણ કાઢી શકાય છે કે ભારત વૈશ્વિક કેળાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે, તેમ છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેની નિકાસ ઘણી ઓછી છે. ભારતમાંથી યુનાઇટેડ આરબ અમીરાત 39%, સાઉદી અરેબિયા 13%, ઓમાન 8%, કુવૈત 6%, નેપાળ 17% કરે છે. નેપાળને બાદ કરતાં બીજા દેશોમાં ગુજરાત સારી નિકાસ કરી શકે છે. એપેડાના અહેવાલ પ્રમાણે તામિલનાડુ અને મહારાષ્ટ્ર પછી ભારતમાં ઉત્પાદનમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં 25.2 મિલિયન ટન કેળાનું ઉત્પાદન થાય છે. જ્યારે તમિળનાડુ 5.65 મિલિયન ટન (NHB, 2013) સાથે આવે છે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp