અતિ વરસાદના કારણે સૌરાષ્ટ્રનો 40 ટકા કપાસ બળી ગયો

PC: COTTON

ચોમાસામાં ઓછો વરસાદ પડતાં કપાસ પકવતાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. તે પહેલાં તાઉતે વાવાઝોડું પણ આવ્યું ત્યારે કપાસમાં ફાયદો થયો હતો. પણ ત્યારપછી પછી દેશમાં બે વાવાઝોડા આવ્યા તેની વરસાદી અસર જોવા મળી હતી. ખેતરોમાં લાંબો સમય પાણી ભરાવાના કારણે તેના મુળીયા ખરાબ થઈ ગયા છે. જેના કારણે કપાસ સુકાઈ ગયો છે. સુકાઈ ગયેલા કપાસને ખેડૂતો બળી ગયો શબ્દ વાપરે છે.

ગુજરાતમાં કપાસનું 25.53 લાખ હેક્ટરની સરખણીએ આ વખતે માંડ 22.53 લાખ હેક્ટરમાં વાવેતર થયા છે. ગયા વર્ષ કરતાં ઓછું વાવેતર થયું છે. જેમાં સૌરાષ્ટ્રમાં 11 જિલ્લામાં  15.60 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર છે. જેમાં ખેડૂતો 50 ટકા નુકસાનીનો દાવો કરે છે. પણ 40 ટકા નુકસાન થાય તો પણ ઘણું મોટું નુકસાન છે.

સરકારનો અંદાજ છે કે 81 લાખ ગાંસડીનું ઉત્પાદન થશે. હેક્ટરે લગભગ 610 ગાંસડી. પણ તેમાં 80ના બદલે 50-60 લાખ ગાંસડી થઈ શકે છે. આમ 30 લાખ ગાંસડીનું ઉત્પાદન ગુમાવવું પડે તેવી શક્યતા જોવા મળે છે. કપાસમાં કપાસનું ઉત્પાદન અગાઉ 1.10 કરોડ ગાંસડી સુધી થઈ થઈ ગયું જે પછીથી ઘટીને એક કરોડ ગાંસડી સુધી 2017-18માં થઈ ગયું હતું. જે સતત ઘટીને હવે 62.80 લાખ ગાંસડી છે. આ વર્ષે પણ એવી જ હાલત છે.

ગુજરાતમાં 10 હેક્ટર ઉપર જમીન હોય એવા 0.4 ટકા લોકો છે. 4થી 10 સુધી 3.9 ટકા છે. 2થી 4 હેક્ટર જમીન હોય એવા 11.3 ટકા ખેડૂતો છે. 1થી 2 હેક્ટર જમીન હોય એવા 17.6 ટકા ખેડૂતો છે. 0.4થી 1 હેક્ટર જમીન હોય એવા ખેડૂતો 32.7 ટકા ખેડૂતો છે. 0.01 હેક્ટરથી 0.4 સુધી હેક્ટર જમીન હોય એવા ખેડૂતો 33.10 ટકા છે. આમ 1 હેક્ટર સુધીના માર્જીનલ ખેડૂતો 65.80 ટકા થઈ ગયા છે. એવું કેન્દ્ર સરકારે આખા દેશમાં કરેલા સરવેમાં બહાર આવ્યું છે.

એક હેક્ટર એટલે  5થી6 વિઘા જમીન થાય છે. આમ 2 વીઘા જમીન ધરાવતાં 33 ટકા ખેડૂતો ગુજરાતમાં છે. જે પોતાનું ગુજરાન ચલાવી ન શકે. આવા ગરીબ ખેડૂતો 13.2 લાખ છે. 13 લાખ ખેડૂત કુટુંબો એવા છે કે જે પોતાનું ગુજરાન ખેતીના આધારે ચલાવી શકે તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp