હિંમતનગરના ખેડૂતે ઇઝરાયલ ટેક્નોલોજીની મદદથી ખેતી કરી, વાર્ષિક કરોડોની કમાણી

PC: khabarchhe.com

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા રૂપાલ કંપાના ખેડૂતે ઈઝરાયલ ટેક્નોલોજીની મદદથી 100 એકર જમીન ઉપર જેટલું ઉત્પાદન લઈ શકાય તેટલું ઉત્પાદન માત્ર એક એકર જમીનમાંથી લઈ નવી સિદ્ધિ હાંસલ કરી છે જેના પગલે સમગ્ર વિસ્તારના ખેડૂતો પણ હવે ઈઝરાઈલ ટેક્નોલોજી તરફ વળી રહ્યા છે.

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ તેમજ સૌથી પહેલો ઇઝરાયેલ ટેક્નોલોજી અંતર્ગત હળદરની ખેતી સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા રૂપાલ કંપા ગામે શરૂ કરી છે જેના પગલે ખેડૂતની કરોડોની આવક થવા પામી છે સામાન્ય રીતે વાત કરવામાં આવે તો હળદરની ખેતી માટે પ્રકાસની જરૂરિયાત સામાન્ય રહેતી હોય છે તેવા સમય-સંજોગો રૂપાલ ગામના ખેડૂતે ઇઝરાયેલ ટેક્નોલોજી અંતર્ગત 100 એકર જમીનમાં હોવાથી હળદરને માત્ર એક એકરમાં વાવી આવક તેમજ ઉત્પાદનમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે વાત કરવામાં આવે તો ગાંભોઈ વિસ્તારના રૂપાલ કંપા ગામે ખેડૂતે હળદરની ખેતી માટે ગ્રીનહાઉસનો ઉપયોગ કર્યો છે જેમાં અલગ અલગ છ જેટલા લેયર બનાવી તમામમાં હળદર વાવી છે સામાન્ય સંજોગો એક એકરમાં જેટલી હળદરનું ઉત્પાદન થાય તેના કરતા ખૂબ વધુ ઉત્પાદન ઇઝરાયેલ ટેક્નોલોજી અંતર્ગત મળી શકે છે. આ ટેક્નોલોજી થકી તમામ હાઉસમાં ટપક પદ્ધતિ એટલે કે ડ્રિપ એરીગેશનથી ઉપીયોગ કરવામાં આવ્યો છે જેથી ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

આ ટેક્નોલોજીથી પાણી મજુરી વીજળી તેમજ જમીનનો પણ બચાવ થાય છે સાથોસાથ જેથી પાક પણ વિશિષ્ટ સ્વરૂપે પ્રાપ્ત થઇ શકે છે અને બજાર કિંમત પણ અન્ય પાક કરતા સવિશેષ મળી શકે છે સામાન્ય રીતે એક એકર જમીનમાંથી વધુમાં વધુ 50થી 60 ટન હળદરનું ઉત્પાદન થાય છે જ્યારે ઇઝરાયેલ ટેક્નોલોજીને પગલે 600 ટનથી વધારેનું ઉત્પાદન મેળવી શકાય છે, જેના પગલે એક એકર જમીનમાંથી ત્રણ કરોડથી વધારેની આવક ખેડૂત મેળવી શકે છે જેના પગલે આસપાસના ખેડૂતો પણ હવે રૂપાલ કંપાના ગ્રીન હાઉસની મુલાકાત લઇ ખેતીની આવક વધારવા કામે લાગ્યા છે.

જો કે સ્થાનિક ખેડૂતનું માનીએ તો 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને ઇઝરાયેલની ટેક્નોલોજી થકી પૂર્ણ કરી શકાય તેમ છે એક તરફ દિન-પ્રતિદિન ખેડ ખાતરને પાણી મોંઘા થઈ રહ્યા છે તેવા સમય-સંજોગ ઇઝરાયેલ ટેક્નોલોજી ખેતી કરવા માટે ગ્રીનહાઉસ તેમજ નેટ હાઉસ બનાવવા ખેડૂત માટે શક્ય નથી ત્યારે આ મામલે ખેડૂતો ગાંભોઈના રૂપાલ કંપાના ગ્રીનહાઉસની મુલાકાત લઇ ખેતી કરવા માટે પ્રોત્સાહિત બન્યા છે. જોકે ઈઝરાયલ ટેક્નોલોજી સામાન્ય ખેડૂત માટે મોંઘી થઈ પડે તેમ છે ત્યારે સો એકરમાંથી મેળવાતું ઉત્પાદન એક એકર માંથી મળી શકે તેમ હોવા છતાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આ મામલે વિશેષ સહાય આપે તેવી આશા છે.

હાલમાં આ મામલે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સહાય આપવામાં તંત્ર ઊંઘવું છે ત્યારે 2022 સુધીમાં કિસાનોની આવક ડબલ કરવાનું સ્વપ્ન સાર્થક કરવા તંત્ર દ્વારા વિશેષ પ્રયાસની જરૂરિયાત છે તેવું ખેડૂતો માની રહ્યા છે જોકે સૌથી મહત્ત્વની બાબત એ છે કે એક તરફ કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાક સમયથી હળદરનું વાવેતર તેમજ વેચાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે તેમજ ઓર્ગેનિક ગુણધર્મો ધરાવતી હળદર રોજબરોજના જીવનમાં સહિત સૌંદર્ય પ્રસાધનોમાં પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે જેના પગલે આગામી સમયમાં પણ તેનું ભાવિ ખૂબ ઉજ્જવળ છે જોકે રૂપાલ કંપા ના ખેડૂતે કરેલી ક્રાંતિ હાલના તબક્કે સમગ્ર સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત માટે પણ એક અદ્ભુત ઉદાહરણ છે જે આગામી સમયમાં સ્થાનિક ખેડૂતો માટે પણ એક પ્રેરણાસ્ત્રોત બની રહે તેમ છે જોકે આગામી સમયમાં સ્થાનિક ખેડૂતે કરેલો પ્રયાસ ગુજરાતના અન્ય ખેડૂતો માટે કેટલો પ્રેરણા સ્તોત્ર બને છે તે પણ મહત્ત્વનું બની રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp