ઘઉં બાદ ખાંડની નિકાસ પર બેન લગાવવાની તૈયારીમાં ભારત! આ દેશોને લાગશે ઝટકો

PC: reuters.com

દુનિયામાં સૌથી વધારે ખાંડનું ઉત્પાદન ભારત દેશમાં થાય છે. ખાંડ નિકાસમાં ભારત આખા વિશ્વમાં બીજા નંબરે આવે છે. દુનિયામાં ભારતથી વધારે ખાંડ બ્રાઝીલ નિકાસ કરે છે. ભારતમાં ખાંડની વધતી કિંમતોને જોતા કેન્દ્ર સરકાર ખાંડની નિકાસ પર પણ બેન લગાવવાની યોજના ઘડી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ડોમેસ્ટિક કિંમતોમાં વધારાને રોકવા માટે સરકાર ખાંડ નિકાસને પ્રતિબંધિત કરી શકે છે.

ગત સપ્તાહમાં જ સરકારે ડોમેસ્ટિક જરૂરિયાતોને જોતા ઘઉંની નિકાસ પર બેન લગાવવાનો નિર્ણય લીધો હતો. હવે સંભવ છે કે, ખાંડની નિકાસ પર પણ રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવે. રિપોર્ટ અનુસાર એક વિકલ્પ એ પણ છે કે, સરકાર આ સીઝનમાં ખાંડની નિકાસને 10 મિલિયન ટન પર સીમિત કરી દે.

સરકારી આંકડાઓ અનુસાર, ભારતે સપ્ટેમ્બરમાં સમાપ્ત થનારા ચાલુ વર્ષમાં 18મે સુધી 75 લાખ ટન ખાંડની નિકાસ કરી છે. નાણાંકીય વર્ષ 2020-21માં 70 લાખ ટન ખાંડ એક્સપોર્ટ થઇ હતી. જ્યારે એક નાણાંકીય વર્ષ 2017-18માં 6.2 લાખ ટન, 2018-19માં 38 લાખ ટન અને 2019-20માં કુલ 59.60 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી.

ભારત પાસે સૌથી વધારે ખાંડ ખરીદનારા દેશોમાં ઇન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, મલેશિયા અને આફ્રીકન દેશ છે. પણ ઉત્પાદની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની દેશમાં કુલ ખાંડના ઉત્પાદનમાં લગભગ 80 ટકાની હિસ્સેદારી છે. તે સિવાય શેરડી ઉત્પાદક રાજ્યોમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓડિશા, તામિલનાડુ, બિહાર, હરિયાણા અને પંજાબ પણ શામેલ છે.

જોકે, આ નિર્ણય પર હજુ સુધી કોઇ એલાન કરવામાં નથી આવ્યું. પણ તેના કારણ મંગળવારે શુગર શેરોમાં મોટી વેચવાલી જોવા મળી હતી. ખાસ કરીને એક્સપોર્ટ કરનારી કંપનીઓના શેરોમાં વધારે વેચવાલી જોવા મળી હતી. રેણુકા શુગરના શેર 6.66 ટકા, બલરામપુર ચીની મિલ્સના શેરમાં 5 ટકા, ધામપુર શુગરના શેરમાં 5 ટકા અને શક્તિ શુગરના શેરમાં લગભગ 7 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

રશિયા યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં ઘઉંની સપ્લાઇ ચેનમાં સંકટ પેદા થયું છે. બંને દેશો વિશ્વના સૌથી મોટા આપૂર્તિકર્તાઓમાંના એક છે. બંને દેશ મળીને દુનિયાની ઘઉં નિકાસનો એક તૃત્યાંશ હિસ્સો પૂરો કરે છે. યુક્રેન પર રશિયાના આક્રમણના કારણે આ વર્ષે ઘઉંની કિંમતોમાં 60 ટકાનો વધારો નોંધાયો છે. ભારત ચીન પછી દુનિયાનો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp