આ બાકી હતું- હવે લાલ મરચાના ભાવ પણ વધશે, માધુપુરામાં હોલસેલમાં કિલોએ રૂ.50 વધ્યા

PC: gogreenvn.com

અમદાવાદના માધુપુર મસાલા બજાર અનુસાર, ઓછા પાક અને વધુ માંગ હોવાને કારણે લાલ મરચાનો ભાવ અમદાવાદમાં ઓછામાં ઓછો 30% વધ્યો છે. અમદાવાદ માધુપુરા મહાજનના અંદાજ દર્શાવે છે કે લાલ મરચાંના જથ્થાબંધ ભાવ ગયા વર્ષે રૂ. 120 થી વધીને આ વર્ષે 170 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. વધુ માંગ અને મર્યાદિત લણણી સાથે લાલ મરચાના જથ્થાબંધ ભાવમાં વધારો થયો છે.

આખા ગુજરાતના 22051 ટન મરચા થાય છે, પણ આ વખતે પાછોતરા વરસાદ વધવાથી 2થી 3 વખત મરચાના ધરૂ બિયારણ ખરાબ થઈ ગયા હતા. તેથી ઉત્પાદન 20 હજાર ટનની નીચે જતું રહેશે.  ગોંડલમાં 1100 ટન મરચા સામે આ વર્ષે 9 હજાર ટન માંડ થશે.

ગુજરાતમાં 11299 હેક્ટરમાં સૂકા મરચાના વાવેતર સાથે 22051 ટન ઉત્પાદન 2019-20માં થયું હતું. જેની સામે ભારતમાં 7.33 લાખ હેક્ટર (18.11 લાખ એકર)માં 17.64 લાખ ટન ઉત્પાદન થયું હતું. ભારતમાં 2400 કિલો એક હેક્ટરે ઉત્પાદન મેળવે છે. ગુજરાતના ખેડૂતો 1900 કિલો ઉત્પાદન મેળવે છે. ગોંડલમાં 2380 કિલો મરચા હેક્ટરે પાકે છે. મહેસાણામાં 2000 કિલો મરચા હેક્ટરે પાકે છે. 2080 ટન મરચા પંચમહાલમાં પાકે છે. દેશની સામે ઘણી ઓછી ઉત્પાદકતાં ગુજરાતમાં મળી રહી છે. તેમાં 2020-21માં બિયારણ ખરાબ થઈ જવાના કારણે વાવેતરમાં 25 ટકા જેવો ઘટાડો થયો હોવાનો અંદાજ છે.

મરચાના પાકના ઓછા પાકને કારણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પણ સપ્લાય ઓછો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતત સતત વરસાદને કારણે પ્રતિકૂળ અસર થઈ છે.

બાંગ્લાદેશમાં નિકાસ બજારમાં માંગમાં વધારો થયો છે. રોજ 8-10 ટન મરચા આવે છે. મરચાંના વેપારની સિઝન હવે શરૂ થઈ છે. ગુજરાત મરચા પાટણ અને ડીસામાં થાય છે. પાછલા ચોમાસાથી લીલા મરચા સહિત વિવિધ શાકભાજીના પાકને ઘણું નુકસાન થયું છે. આને કારણે પાકમાં મોટો ઘટાડો થયો હતો. વાવણી પણ ચાલુ સીઝન માટે મોડી પડી છે. લાલ મરચાની જાતો ખેડૂતો માટે સારા ભાવ લાવી રહી છે.

ગુજરાતમાં સૌથી વધું 1380 હેક્ટરમાં 2760 ટન મરચા મહેસાણામાં પાકે છે. બીજા નંબર પર દાહોદમાં 1305 હેક્ટરમાં 2375 ટન મરચા પેદા થાય છે. ત્રીજા ક્રમે સુરેન્દ્રનગરમાં 1118 હેક્ટરમાં 2236 ટન મરચા પાકે છે. તાપી ચોથા નંબર પર છે જ્યાં 1205 હેક્ટરમાં 2109 ટન સુકા મરચા પાકે છે. 5માં નંબર પર રાજકોટ-ગોંડલ આવે છે.

ગુજરાત રાજ્યના ખેડૂતો સરેરાશ એક હેક્ટરે 1.95 ટન મચરા પકવી જાણે છે.  ગોંડલમાં 820 હેક્ટરમાં 1952 ટન મરચા પેદા થાય છે. ગોંડલમાં 2.38 ટન મરચા હેક્ટરે પાકે છે. મહેસાણામાં 2 ટન મરચા હેક્ટરે પાકે છે. 2.08 ટન મરચા પંચમહાલમાં પાકે છે. આમ સમગ્ર ગુજરાતમાં ગોંડલના ખેડૂતો સૌથી વધું મરચા પકવે છે.

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp