જસદણ ચૂંટણી જંગઃ 1662 યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે

PC: india.com

ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની પેટા ચૂંટણી આગામી તા. 20મી ડિસેમ્બરે લગભગ 2.32 લાખ મતદારો મતદાન કરશે. જેમાં 1662 મતદારો પ્રથમ વાર યુવા મતદારો મતદાન કરશે. 2.30 લાખ મતદારો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનુ ભાવી ઈવીએમમાં સીલ કરશે.

કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા છે. ચૂંટણી પંચે આ બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આગામી તા. 20મી ડિસેમ્બરે મતદાન યોજાશે. ભાજપે જસદણ બેઠક પરથી કેબિનિય મંત્રી કુંવરજી અને કોંગ્રેસે કોળી આગેવાન અવસર નાકિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક ઉપર સૌથી વધારે 97 હજાર કોળી અને 53 હજાર પાટીદાર મતદાર છે. કુંવરજી અને અવસર નાકિયા બન્ને કોળી સમાજમાં વર્ચસ્વ જમાવે છે.

જસદણ બેઠક ઉપર 2,32,116 મતદારો મતદાન કરશે. 18 વર્ષથી ઉપરના 1662 મતદારો પ્રથમવાર મતદાન કરશે. જેમાં 1163 યુવાનો અને 499 યુવતીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1265 દિવ્યાંગ મતદારો છે. જેમાં 432 મહિલા અને 833 પુરુ। મતદારોનો સમાવેશ થાય છે.

વાજસુરપરામાં આવેલી કુમાર પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના એક રૂમમાં દિવ્યાંગો માટે આદર્શ સુવિધાયુક્ત પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. તેમજ જરૂર પડે ત્યારે સહાયકો પણ ઉપલબ્ધ કરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ માટે આ બેઠક પ્રતિષ્ઠાના જંગ સમાન છે. જેથી બન્ને રાજકીય નેતાઓએ નેતાઓની ફોજ ઉતારીને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ પણ ભાજપના કુંવરજી બાવળિયાના વિરોધમાં પ્રચાર કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp