વરસાદ નહીં પડતાં કેસરની ખેતી પાયમાલ

PC: indiakashmirsaffron.com

કાશ્મીરમાં કેસરની ખેતી પાયમાલ થઇ ગઇ છે. એ માટે જવાબદાર છે- વરસાદ. છેલ્લા પાંચ મહિનાથી કાશ્મીરમાં વરસાદ પડ્યો નથી. એ કારણથી માંડ પાંચ ટકા જેટલું જ કેસર પાકશે એમ ખેડૂતો કહે છે.

કાશ્મીરના પંપોરમાં કેસરની ખેતી સાથે જોડાયેલા લોકોની સંખ્યા લગભગ 20 હજાર છે. આ તમામ લોકોની આવક કેસરની ખેતી પર જ નિર્ભર છે. કેસર સપ્ટમેબર ઓક્ટોબરમાં તૈયાર થઇ જાય છે. જો કે કાશ્મીરમાં કેસરની ખેતીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેસરની ખેતી ઘટી રહી છે, તેની પાછળનું મુખ્ય કારણ તો સિંચાઇનો અભાવ છે. અહીં કેસરને પૂરતું પાણી મળી રહેતું નથી, તેથી બહુધા ખેતી તો આકાશી ખેતી જ છે. એ કારણસર જ આ વર્ષે પણ માંડ પાંચ ટકા કેસરનું ઉત્પાદન થાય એમ લાગે છે.

પંપોર વિસ્તારમાં લગભગ 17 ટન કેસર પેદા થાય છે. આ વખતે માંડ પાંચ ટકા થાય તો પણ કેસરની ખેતીમાં 2 અબજનું નુકશાન થાય છે. ગયા વર્ષે કાશ્મીરમાં 17.64 ટન કેસરનું ઉત્પાદન થયું ન હતું. 2010માં કેસરની ખેતી સુધરે એ માટે સરકારે 400.11 કરોડના ખર્ચે નેશનલ સેફ્રોન શરૂ કર્યું હતું. પરંતુ સાત વર્ષ પછી પણ તે મિશન પૂરું થયું નથી. આ મિશન ચાર વર્ષમાં પૂરું કરવાનું હતું. એ મિશન હેઠળ કેસરની ખેતી માટે પાણીની વ્યવસ્થા કરવાનો ઉદ્દેશ્ય હતો. જો કે અત્યાર સુધીમાં એ મિશન હેઠળ 128 ટ્યુબ વેલ્સ લગાવાયા છે.

કેસર માટે સિંચાઇની વ્યવસ્થા કરી ન શકાય તો એ ભારતના કેસર વ્યાપારને મોટો ફટકો પાડી શકે છે. સ્વભાવિક છે કે હવે અફઘાનિસ્તાન પણ કેસરના ઉત્પાદનમાં કાઠું કાઢી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં સિંચાઇ વ્યવસ્થા સારી થવાને કારણે ત્યાં કેસરનું ઉત્પાદન વધી રહ્યું છે અને તે કાશ્મીરની કેસરની ખેતીને પડકારરૂપ બની રહ્યું છે. એ સંજોગોમાં તત્કાળ સુવિધા ઊભી કરવાની જરૂર છે.

એક સમય એવો હતો કે કેસરની ખેતી કરતા પરિવારમાંથી કોઇ નોકરી કરવાનો વિચાર કરતો નહીં. પરંતુ કેસરના ઘટતા ઉત્પાદનને કારણે હવે નોકરી કરવાનો વખત આવી ગયો હોવાનું કેસરની ખેતી કરતા પરિવારો માનતા થયા છે.

કાશ્મીરનું કેસર વિશ્વમાં શ્રેષ્ઠતમ કેસરમાં ગણના પામે છે, એ સંજોગોમાં કાશ્મીરના કેસરને બચાવી લેવા માટે સરકારે તત્કાળ એક્શન લેવા પડશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp