કેસર કેરી સૌરાષ્ટ્રને બદલે સાઉથ ગુજરાતને વધુ ફાયદો કરાવી રહી છે, કેમ?

PC: dnaindia.com

સૌરાષ્ટ્રમાં આંબાના બગાચીમાં ભુકીછારાનો ફુગજન્ય રોગ દર વર્ષે આવતો હોવાથી કેસર કેરીના ઉત્પાદન ઘટી રહ્યું છે. છેલ્લાં 10 વર્ષથી રોગચાળો આવી રહ્યો છે. ખેડૂતો વાવેતર વધારી રહ્યાં છે. પણ કેસર કેરીનું હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાતમાં વર્ષે રૂ,2 હજાર કરોડની કેરીનો વેપાર છે. જેમાં 40 ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો છે. આમ જ્યાં રૂ.800 કરોડની કેસર કેરી પાકી રહી છે ત્યાં હવે આફત દેખાઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં વારંવાર ફૂગનું આક્રમણ થતું હોવાથી 4 ટકા ઉત્પાદકતા 10 વર્ષમાં ઘટી છે. તેની સામે દક્ષિણ ગુજરાતના આંબાની ઉત્પાદકતામાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. આમ સૌરાષ્ટ્રમાં કેસર કેરીના આંબા 25 ટકા ઓછું ઉત્પાદન દક્ષિણ ગુજરાતની સરખામણીએ 10 વર્ષથી કરી રહ્યાં છે. કેસર કેરી હવે નુકસાની કરી રહી છે. જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના નિષ્ણાંતોએ જાહેર કરેલા અહેવાલથી સ્પષ્ટ થયું છે. ફુગનું આક્રમણ વધે નહીં તે માટે કૃષિ વિજ્ઞાનીઓએ કેટલીક ભલામણ કરી છે. પણ ઝાકળના કારણે ફૂગનું આક્રમણ થાય છે.

“ગીર કેસર કેરી” અને “ભાલીયા ઘઉં” છે દેશમાં અનોખી જીઆઈ ઓળખ આપી ભલે પણ કેસર કેરીની ઉત્પાદકતાં જો આ રીતે ઘટતી રહેશે તો ખતરો છે.

સૌરાષ્ટ્રમાં ઉત્પાદકતા ઘટી રહી છે.

ફૂગ લાગવાથી આંબા પર મોર-ફૂલ આવે છે તે ખરી જાય છે અને તેથી ઉત્પાદકતાં પર વિપરીત અસર પડી રહી છે. 

2004-05 અને 2011-12ની વચ્ચે સૌરાષ્ટ્રમાં કેરીનું વાવેતર 44 હજાર હેક્ટરથી 7.73 ટકા વધીને 48 હજાર હેક્ટર થયું હતું. જેમાં કેરીનું ઉત્પાદન 3.12 લાખ ટનથી 7.28 ટકા વધીને 3.35 લાખ ટન થયું હતું. વાવેતર વધવાની સામે ઉત્પાદન ઘટી રહ્યું છે. હેક્ટર દીઠ ઉત્પાદકતા સૌરાષ્ટ્રમાં 7062 હેક્ટર હતી જે ઘટીને 6793 થઈ ગઈ છે. આમ ઉત્પાદકતામાં 3.81 ટકાનો ઘટાડો થયો છે.

ગુજરાત રાજ્યમાં વાવેતર અને ઉત્પાદકતા વધી, સૌરાષ્ટ્રમાં ઘટી  

સૌરાષ્ટ્રની સામે સમગ્ર ગુજરાતમાં આંબાના બગીચાનું 1.40 લાખ હેક્ટર વાવેતર સામે 3.77 ટકા વધીને 1.45 લાખ હેક્ટર થયું છે. કેરીનું ઉત્પાદન 9.74 લાખ ટન 14.10 ટકા વધીને 11.11 લાખ ટન થઈ ગયું હતું. હેક્ટર દીઠ 6986 કિલો 9.72 ટકા વધીને 7665 કિલો થઈ ગઈ હતી.

સૌરાષ્ટ્ર હવે કેરીના બગીચા માટે અનુકૂળ નથી રહ્યાં

આમ સૌરાષ્ટ્રમાં આંબાના બગીચા હવે ઉત્પાદન ગુમાવી રહ્યાં છે. તેની સામે દક્ષિણ ગુજરાતના આંબાના બગીચા નફાકારક બની ગયા છે. વારંવાર રોગચાળો અને વાવાઝોડું તથા કુદરતી હવામાનમાં થયેલા ફેરફાર તેના માટે કારણભૂત છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp