સૌથી વધુ ટામેટા ઉગાડવાનો ખેડૂતે બનાવ્યો રેકોર્ડ, એક જ છોડ પર આવ્યા 5891 ટામેટા

PC: navbharattimes.indiatimes.com

બ્રિટેનના એક ખેડૂતે દાવો કર્યો છે કે તેણે ટામેટાં ઉગાડવાનો એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. બ્રિટેનના હર્ટફોર્ડશાયરમાં એક વ્યક્તિએ એક જ છોડ પર 5,891 ટામેટાં ઉગાડ્યા છે. 44 વર્ષીય ડગલસ સ્મિથે લાલ અને લીલા ટામેટાંની ગણતરી કરી છે. તમામ ટામેટાંઓનું વજન કુલ મળીને 20 કિલોથી વધુ હતું. આ અગાઉ, એક જ છોડમાં સૌથી વધુ ટામેટાં ઉગાડવાનો રેકોર્ડ મિડલેન્ડ્સના કોવેન્ટ્રીના સુરજીત સિંહ કેન્થની પાસે હતો. સુરજીતે એક જ છોડ પર 1,344 ટામેટાં ઉગાડ્યા હતા.

આ દરમિયાન, હેમ્પશાયરમાં એક કલાપ્રેમી માળીએ વિશ્વની સૌથી મોટી કાકડી ઉગાડી છે. તેમનું આ પરાક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. સેબેસ્ટિયન સુકીએ 3 ફૂટ લાંબી કાકડી ઉગાડી છે જે બજારમાં મળનારી સરેરાશ કાકડી કરતાં ચાર ગણી મોટી છે.  જ્યારે, તેનું વજન 20 ગણું વધુ છે. સૌથી વધુ ટામેટાં ઉગાડનારા ડગલસ સ્મિથ આ અગાઉ 20 ફૂટ ઉંચો સૂર્યમુખીનો છોડ ઉગાડીને રેકોર્ડ બનાવી ચૂક્યા છે.

ટામેટાનો સત્તાવાર રેકોર્ડ બનાવવાની આશા

સ્મિથ એક IT મેનેજર છે જે હર્ટફોર્ડશાયરના સ્ટેનસ્ટેડ એબોટ્સમાં પોતાના પુત્ર સ્ટેલન અને પત્ની પાઇપર સાથે રહે છે. તેઓ પોતાના શોખ માટે ખેતી કરે છે. તેમને આશા છે કે, આ વખતે જ્યારે તેઓ ટામેટાં ઉગાડશે તો તેની સત્તાવાર માન્યતા મળશે. જો કે, ટામેટાં ઉગાડવાનો તેમનો આ રેકોર્ડ બે અન્ય સાક્ષીઓએ પણ જોયો છે. 2020મા સ્મિથ 20 ફૂટ ઉંચો સૂર્યમુખી છોડ ઉગાડીને ચર્ચામાં આવ્યો હતો, જે તેના ઘર કરતાં પણ ઊંચો હતો. તે યુકેનો સૌથી મોટો સૂર્યમુખીનો છોડ હતો.

પોતે પણ નથી કરી શકતા વિશ્વાસ

સ્મિથે આગળ કહ્યું કે, તેણે રેકોર્ડ બનાવવા માટે ટામેટાં ઉગાડ્યા હતા. પરંતુ તેને આશા નહીં હતી કે, આ આંકડો 6000 ટામેટાંની નજીક પહોંચી જશે. જો કે, તેમણે કહ્યું કે ગરમીના કારણે તે ટામેટાના છોડને લઈને ચિંતિત હતા. 26 ઓગસ્ટના રોજ તેણે છોડમાંથી ટામેટાં તોડયા.

ખેડૂતને બાગાયતમાં છે રસ

અહીં તમને જણાવી દઈએ કે, ડગલસને બાગાયતમાં ખૂબ જ રસ છે. છેલ્લા ચાર વર્ષથી તે દરરોજ પોતાનો સમય ગાર્ડનમાં વિતાવે છે. તેની દિલથી ઈચ્છા છે કે તેમને દુનિયાના સૌથી સારા ગાર્ડનર તરીકે ઓળખવામાં આવે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટામેટાંનો રેકોર્ડ બનાવવા માટે સ્મિથે ઘણા વૈજ્ઞાનિક પેપરને વાંચ્યા. આ સિવાય માટીના નમૂના એકત્ર કરીને તેને લેબમાં ટેસ્ટ માટે મોકલ્યા હતા. આટલી મહેનત પછી જ્યારે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું ત્યારે તેની ખુશીનો કોઈ પાર નહીં રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp