કૃષિ કાયદા રદ્દ- પંજાબમાં ભાજપ માટે ગેમચેન્જર સાબિત થઇ શકે છે જાણો કેવી રીતે

PC: india.com

પંજાબમાં કરતારપુર કોરિડોર ખોલ્યા પછી ભાજપે મોટો ચુનાવી માસ્ટર સ્ટ્રોક રમી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતાના વિરોધનું કારણ બનેલા 3 કૃષિ કાયદાને રદ્દ કરવાની જાહેરાત કરી દીધી છે. પંજાબમાં સાડા 3 મહિના પછી થનારી ચૂંટણીમાં આ નિર્ણય ભાજપ માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. મહત્ત્વનું એ પણ છે કે, PM  મોદીએ કૃષિ કાયદા રદ્દ કરવાની જાહેરાત માટે ગુરુ પર્વનો દિવસ પસંદ કર્યો. જે સમયે આખો શીખ સમાજ ગુરુનાનકના પ્રકાશ પર્વની ખુશી મનાવી રહ્યો હતો, એ વચ્ચે આ જાહેરાત કરીને ભાજપે શીખ સમાજ સાથે ભાવાત્મક રીતે જોડાવવાની કોશિશ પણ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કૃષિ કાયદા રદ્દ કરવાને કારણે પંજાબના રાજકારણ પર શું અસર થશે તે જાણીએ.

કૃષિ કાયદાને કારણે પંજાબમાં ભાજપ માટે રસ્તો કઠિન બની ગયો હતો. લગભગ 14 મહિનાથી ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા હતા. પંજાબમાં ભાજપ નેતાઓ પ્રચાર તો દૂરની વાત મિટીંગ પણ કરી શકતા નહોતા. એવામાં એ જરૂરી હતું કે કૃષિ કાયદા રદ્દ થાય, કારણ કે એના વગર ભાજપને મોટું રાજકીય નુકસાન નક્કી હતું. આની અસર બીજા રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ થઇ શકે તેમ હતી. હવે ભાજપ માટે રસ્તો આસાન બન્યો છે. ખાસ કરીને, પંજાબમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. તો વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં પંજાબ ચૂંટણીને કારણે કોઇ વિરોધી સંદેશ નીકળી શકે તેમ હતો.

પંજાબમાં કુલ 117 વિધાનસભા સીટ છે, એમાંથી 40 અર્બન, 51 સેમી અર્બન અને 26 સીટ રૂરલની છે. રૂરલ સીટની સાથે સેમી અર્બન વિધાનસભા સીટો પર ખેડૂતોની વોટ બેંક હાર-જીતનો ફેંસલો કરતી હોય છે. એવામાં પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા કૃષિ કાયદા પરત લેવાનો નિર્ણય ભાજપ માટે ફાયદો કરાવી શકે છે.

પંજાબ માલવા, માઝા અને દોઆબા એરિયામાં વિભાજીત થયેલું છે. સૌથી વધારે 69 સીટ માલવામાં છે. માલવામાં સૌથી વધારે રૂરલ સીટ આવે છે, જ્યાં ખેડૂતોનો દબદબો છે. આ જ વિસ્તાર પંજાબમાં સરકાર બનાવવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 23 સીટવાળા દોઆબામાં મોટાભાગની સીટ દલિત અસરવાળી છે. 25 સીટોવાળા માઝામાં શીખ બહુમતિવાળી બેઠકો છે. ગુરુ પર્વ પર લેવાયેલા નિર્ણયને કારણે ભાજપને શીખ સમાજનો ભાવાત્મક ફાયદો મળી શકે છે.

પંજાબની ઇકોનોમી ખેતી પર આધારિત છે. ખેતી થતી હોય તો અહીં ન માત્ર બજાર ચાલે છે, પરંતુ મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ પણ ટ્રેક્ટરથી લઇને ખેતીવાડીનો સામાન બનાવે છે. પંજાબમાં 75 ટકા લોકો સીધી કે આડકતરી રીતે ખેતી સાથે જોડાયેલા છે.

ભાજપને બીજો મોટો ફાયદો એ થઇ શકે તેમ છે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે ગઠબંધનની વાત કરી છે. કેપ્ટનનું હજુ પણ પંજાબમાં સારું એવુ વર્ચસ્વ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp