પાણીનો ક્ષાર ઓછો કરવા જમીનમાં ટાંકો બનાવ્યો

PC: khabarchhe.com

કચ્છના નખત્રાણા તાલુકાના નાનાકાદીયા ગામના પ્રેમજીભાઈ વેલજીભાઈ ગોહીલ 9427250570 એ ભૂગર્ભ પાણીના ક્ષારને તથા પાણીમાં આવતાં કચરાને ઓછો કરવા એક અનોખો પ્રયોગ કર્યો છે. જે છેલ્લાં 10 વર્ષથી સફળ છે. કચ્છમાં પાણીમાં ક્ષાર આવવો એ સામાન્ય બાબત છે. ક્ષાર આવવાથી છોડની વૃધ્ધી અટકે છે અને જમીન કઠણ બની જાય છે. વળી, ટપક પધ્ધતિમાં નોઝલમાં ક્ષાર નડતરરૂપ હોય છે. તેથી તેમાં ઓછામાં ઓછો ક્ષાર આવે તે જરૂરી છે. તેથી તેમણે પોતાના ખેતરમાં માટી ખોદીને ખાડો ખોદીને એક ટાંકો બનાવ્યો છે જેમાં બોરમાંથી મોટર દ્વારા પાણી ઉલેચીને આ ટાંકામાં નાંખે છે. ટાંકાંના તળીએ પથ્થરનું લેયર બનાવ્યું છે. જેથી પાણી ઓછું શોષાય. તે નાના તળાવ જેવો ટાંકો છે. 16 કલાક બે મોટરથી પાણી નાંખીએ એટલો મોટો ટાંકો છે. જેની દિવાલ પણ માટીની જ છે. તળીએ પાણીનો કચરો અને ક્ષાર બેસી જાય છે. જેથી તે પાણીમાં આવતો નથી. પછી સમય મળે ત્યારે ટાંકો સાફ કરવામાં આવે છે. આ ટાંકામાંથી બીજા ટાંકામાં પણી ખેંચીને લઈ જવામાં આવે છે. જ્યાંથી ડ્રીપ ઈરીગેશન માટે પાણી લઈ જવામાં આવે છે.

આ ટાંકામાંથી પછી ખેતરમાં ડ્રીપ સિંચાઈથી પાણી આપવામાં આવે છે. આ પાણીનું એક કિલોથી બે કિલો પ્રેસર આવે છે. જેનાથી 5.66 હેક્ટર જમીનમાં ડ્રીપ ઈરીગેશન થાય છે.

પહેલાં તો પરંપરાગત પધ્ધતિથી તેઓ ખેતી કરતાં હતા. જેમાં સુધારો કરવાનું નક્કી કર્યું. કપાસ, મગફળી, દિવેલા જેવા પાકો તેઓ ઉગાડતાં હતા. પહેલાં તો તેમણે પડતર અને ઢોળાવ વાળી જમીન સમતળ કરી. પછી ડ્રીપ ઈરીગેશન અપનાવવાનું નક્કી કર્યું હતું. જેના દ્વારા દિવેલા અને મગફળીનું વાવેતર કરવા લાગ્યા હતા. ટપક પદ્ધતિ અપનાવવાથી નીંદામણનું ખર્ચ ઓછું થવા લાગ્યું હતું. ટપક પધ્ધતિથી રોગ જીવાત પણ ઓછી આવવા લાગી હતી. સારી ખેતી કરતાં હોવાથી આસપાસના ખેડૂતો તેમના ખેતરે આવે છે. ખેતીવાડી ખાતાએ તેમને એવોર્ડ પણ આપ્યો છે.

પશુપાલન કરતાં હોવાથી ગોબરગેસ પ્લાંટનો ઉપયોગ કરીને ગેસ મેળવે છે અને તેમાંથી ખાતર પણ મેળવે છે. એરંડાનો મબલખ પાક ક્ષાર મુક્ત પાણીથી મેળવે છે.
એરંડીનું ઉત્પાદન 4200 કિલો મેળવે છે. લગભગ 45 રૂપિયે કિલો એરંડા વેંચાય છે. 1.89 લાખની આવક થાય છે અને 47,000નું ખર્ચ બાદ કરતાં 1.42 લાખની આવક થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp