કોરોના સાથે કેરીના ભાવો પણ ઉછળીને 30થી 40 ટકા કેમ વધી ગયા, નિષ્ણાતો શું કહે છે

PC: sakaltimes.com

દક્ષિણ ગુજરાતમાં ફળોના રાજા કેરીનું આગમન થઇ ચુકયું છે,પણ ગયા વર્ષની સરખામણીએ આ વખતે તમને કેરી મોંધી ખાવા મળશે.વેપારીઓ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ ગયા વર્ષની સરખામણીએ કેરીના ભાવ આ વખતે 40થી 50 ટકા વધારે છે.હજુ 50 ટકા માલ જ બજારમાં આવ્યો છે, જો વરસાદ પડશે તો કેરીની ખેતી કરતા ખેડુતોને મોટા નુકશાનની સંભાવના વ્યકત કરવામાં પણ આવી રહી છે.

લોકડાઉનમાં કેરીના ભાવ કેમ વધ્યા એ બાબતે જાણકારોનું કહેવું છે કે એક તો કમોસમી વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકશાન થયું છે. બીજુ કારણ એ છે કે કેરીના પાક ઉતારવા માટે યુ.પીના શ્રમિકો નિષ્ણાત હોય છે, જે લોકડાઉનને કારણે વતન પલાયન થઇ ગયા છે,જેને લીધે સમયસર કેરી ઉતારી નહીં શકાતા કેરીનો બગાડ થયો છે.લોકડાઉનને કારણે ટ્રાન્સ્પોટેશનની મુશ્કેલી છે. આ બધા કારણોસર કેરીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

એપીએમસી, સુરતના વાઇસ ચેરમેન સંદીપ દેસાઇએ કહ્યું હતું કે કેરીના ભાવમાં 30થી 40 ટકાનો ઉછાળો આવ્યો છે.ગયા વર્ષે એપીએમસીમાં 1.50 લાખ ટન કેરીની આવક હતી જેની સામે આ વખતે 1 લાખ કેરીની આવક થઇ છે.લોકડાઉનને કારણે ખેડુતોને ભારે મુશ્કેલી ઉભી થઇ હતી, પણ એપીએમસીના ચેરમેન રમણ જાની, હું અને સાંસદ સી.આર. પાટીલે રજૂઆત કરીને ખેડુતોની સમસ્યા હલ કરી છે એટલે હવે કેરીના ટેમ્પો સુરતમાં આવતા થયા છે.

પાલિકાના સહકારથી સુરતના જુદા જુદા વિસ્તામાં કેરીના વેચાણ માટે સેન્ટરો પણ ઉભા કરાયા છે. સુરતના લોકો માટે સારી વાત એ છે કે આ વખતે લોકડાઉનને કારણે દિલ્હી, મુંબઇ, જયપુર જેવા શહેરોમાં કેરી મોકલી શકાય નથી એટલે મોટાભાગની કેરી વેચાણ માટે સુરતના બજારમાં આવી રહી છે.એપીએમસીના ચેરમેન રમણ જાનીએ કહ્યું હતું કે અથાણાં ભરવાની રાજાપુરી,કેસર, હાફુસ જેવી કેરીનું સુરતમાં આગમન થઇ ગયું છે. જો નજીકના દિવસમાં વરસાદ પડશે તો ખેડુતોને મોટું નુકશાન થશે.

એપીએમસીના ડિરેકટર અને કેરીના વેપારી બાબુભાઇ શેખનું કહેવું છે કે આ વખતે કેરીનો ભાવ રાજાપુરી 500-650,તોતાપુરી- 300-400,વલસાડી હાફુસ 1000,1400,કેસર 1000-1500,લંગડો 1000-1200, દશેરી 800-1000નો ભાવ છે. જે ગયા વર્ષની સરખામણીએ 40થી 50 ટકા વધારે છે.કેરીના ભાવ વધારા બાબતે બાબુભાઇએ કહ્યું હતું કે,કેરી ઉતારવાની રીતને બેડવું કહેવામાં આવે છે અને કેરી ઉતારવાની મજુરીના કામમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશના શ્રમિકો જોડાયેલા હોય છે.લોકડાઉનને કારણે મોટાભાગના શ્રમિકો વન રવાના થઇ ગયા છે એટલે કેરી ઉતારવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.કેરીના માલ સમયસર ઉતારી શકાતો નથી અને સમયસર કેરી બજારમાં આવતી નથી એટલે કેરીની સિઝન પણ મોડી શરૂ થઇ છે.બાબુભાઇ શેખનું માનવું છે કે ડીમાન્ડ સપ્લાયના ગેપના કારણે કેરીના ભાવ હજુ ઘટે તેવી શકયતા નથી,

સુરતમાં કેરી કયાં કયાંથી આવે છે એ જાણવામાં તમને રસ પડશે.દક્ષિણ ગુજરાત આમ તો કેરીનો પાક સૌથી વધારે થાય છે અને સુરતમાં અંકલેશ્વર, નવસારી,વલસાડ, અમલસાડ, ગણદેવી, વાપી, ઉદવાડા, ચીખલી, પારડી વગેરે જગ્યાથી કેરી આવે છે.સૌરાષ્ટ્રના તલાલા અને ગીરમાંથી કેસર કેરી આવે છે પણ તેની ખપત વરાછા વિસ્તારમાં વધારે રહે છે. દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્રની કેસર પસંદ આવતી નથી. સુરતના લોકો વધારે દક્ષિણ ગુજરાતમાંથી આવતી કેરી ખાવાનું પસંદ કરે છે.રત્નાગીર અને કર્ણાટકથી હાફુસ આવે છે પણ તેની સિઝન હવે પુરી થઇ ગઇ છે.ઉત્તર પ્રદેશથી ચૌસા, લંગડો, દશેરી જેવી કેરી આવ છે, પણ તે સુરતમાં કેરીની સિઝન પુરી થયાના એક મહિના પછી સુરતના બજારમાં આવે છે.

લોકડાઉનમાં કેરીનું વેચાણ બોક્સમાં થતું હોવાથી દક્ષિણ ગુજરાતના લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે, કારણ કે લોકોની માનસિકતા એવી છે કે નજરે જોઇને ફીલ થયા પછી જ કેરી ખાવાની મજા આવી શકે.બોકસમાં એ ફીલ આવતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp