મહેસાણાની મૂંછે લીંબુ લટકે, પાકિસ્તાન પણ ખાય છે લીંબુ

PC: youtube.com

કડી, ઉંઝા, ઉદાલપુર ખેરવા, જગુદણ, ઉંટવા, કહોડા અને જગન્નાથપુરા ગામમાં લીંબુની ખેતી વધુ થઇ રહી છે. જે થકી અહીંનું લીંબુ ભારત પાકિસ્તાન, બાંગલાદેશ અને બીજા દેશોમાં લીંબુ જાય છે. મહેસાણા જિલ્લામાં ૩૦% ખેતી માત્ર લીંબુડી આધારિત છે. 3 વર્ષ માં ઉત્પાદન શરુ થઈ જાય છે. વર્ષે એક લીંબુડીનું વૃક્ષ 250 કિલો લીંબુ આપે છે. મહેસાણાના ઉદલપુર, ખેરવા ગામ લીંબુ માટે જાણીતું છે. જમીન રેતાળ કાંપવાળી હોવાથી અહીં લીંબુનું સારૂં ઉત્પાદન મળે છે. અહીંના લીંબુના પડ પાતળા અને રસદાર સુગંધીદાર છે. તેથી માંગ વધું છે. અફઘાન, અરબ, પાકિસ્તાન જાય છે.

મહેસાણાના ઊંઝાથી 10 કિલોમીટર દૂર આવેલા કહોડા ગામમાં 90% ટકા લોકો લીંબુની ખેતી કરે છે. ખેડૂતોને 1 કિલોના રૂ.20થી રૂ.25 મળે છે. જયારે ઉનાળો પોતાનું પૂર્ણ સ્વરૂપ ધારણ કરતા ખેડૂતોને તેમના લીંબુના ભાવ કિલો એ 50થી 70 રૂપિયા મળે છે. આ ગામમાંથી રોજના 6 હજારથી 7 હજાર કિલો લીંબુ બહાર જાય છે.

મહેસાણા જિલ્લામાં પાણી પાતાળમાં જતાં ધાન્ય પાકોની ખેતી કરવાના બદલે બાગાયતી તેમાં ખાસ કરીને લીંબોળીનું વાવેતર વધારે કરે છે. બારેમાસ વપરાતા લીંબુની ખેતી કરીને મહેસાણા સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન ધરાવે છે. પપૈયા, આંબા, બોરડી, ચીકુ, લીંબુ, આંબળા જેવી ખેતી કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઇ રહ્યા છે.

સીડલેસ લીંબુ

ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી બી વગરના લીંબુની માંગ વધી છે. કારણ કે લીંબુનો રસ કાઢતી વખતે તેમાં રહેલાં બી નડતરુપ હોય છે. પણ હવે બી વગરના લીંબુ આવતાં થયા છે. જે રીતે કાળી અને લીલી દ્રાક્ષમાં બી રહ્યાં નથી એવું પરિવર્તન લીંબુમાં આવી રહ્યું છે.

બી વગરના લીંબુ માટે ખેતી વધી રહી છે. પણ તે કાગદી લીંબુ જેવા સોડમ અને ખટાશ ધરાવતાં ન હોવાથી તેની માંગ ઉઘડતી નથી. પણ તેનો વપરાશ તો વધી રહ્યો છે. ખેડા જિલ્લાનાં પીપલગ ગામનાં ખેડૂત કિરણ પટેલ સીડલેસ ટીશ્યુ કલ્ચરના લીંબુની સૌથી પહેલા ખેતી કરી હતી. 14 મહિનામાં ઉત્પાદન મળતું થયું હતું. તેનો ભાવ બી વાળા લીંબુ કરતાં 25 ટકા વધું આવે છે. ત્રણ વિઘામાં 786 વૃક્ષ છે. તેનો ભાવ ખેતરેથી રૂ.40થી 100 સુધી મળતો રહ્યો છે. ઠંડીમાં વાવેતર કરવામાં આવે તો વધુ ઉત્પાદન મળી શકે છે. બારે માસ પાક આવે છે. જ્યારે ઋતુ બદલાય ત્યારે પાક આવે છે.

ઓર્ગેનિક ડિ-કમ્પોસ્ટ ખાતર કે જે શેરડીનાં ભુંસા અને પોલ્ટ્રી ફાર્મની વસ્તુનું મિશ્રણ કરીને પોતે જાતે ખાતર બનાવે છે.

થાઈ લીંબુ ગુજરાતના મોલમાં

વડોદરા જિલ્લાના અવાખલ ગામના હરિશ પટેલે છતીસગઢના રાયપુર ગામે થાઈલેન્ડના લીંબુની ખેતી જોઈ 7 હજાર લીંબુંના વૃક્ષ રોપી દીધા હતા. જે 16 મહિનામાં તૈયાર થઈ ગયા હતા. ગુજરાતમાં પાકતા લીંબુ કરતા મોટા કદના અને બીયા વગરના હોવાથી તેમા રસ પુષ્કળ પ્રમાણમાં નીકળે છે. તેઓ દ્વારા પકવેલા લીંબુ ગુજરાતના તમામ શહેરોમાં મોલમાં જાય છે.

ભારત અને ગુજરાત

લીંબુએ ઉષ્ણ અને સમશિતોષ્ણ કટિબંધનો અગત્યનો પાક છે. ભારતમાં કાગદી લીંબુની ખેતી અંદાજિત 35થી 40 હજાર હેકટરમાં થાય છે. ગુજરાતમાં અંદાજિત 9થી 10 હજાર હેકટર વિસ્તારમાં ખેતી થાય છે. કાગદી લીંબુનો પાક સપ્રમાણ ઠંડી અને ગરમીવાળા વિસ્તારમાં સારી રીતે ઉગાડી શકાય છે. વધું ભેજ કે વધું ઠંડી પડતી હોય ત્યાં લીંબુ થતાં નથી. અમ્લીય કે ખારાશ વાળી, ભારે કાળી, ચીકાશવાળી તેમજ લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન માફક આવતી નથી. લીંબુની ખેતી કરતાં જીલ્લાઓમાં મહેસાણા, ભાવનગર, આણંદ, ખેડા ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છ અને અમદાવાદ મુખ્ય છે.

લીંબુની જાતો

કાગદી લીંબું : 40-60 ગ્રામના પાતળી છાલ, ખાટો રસ, સોડમ ધરાવે છે. ફળ પાકે એટલે પીળા પડે છે.

રંગપુર લીંબુ : શરબત, સોડા, અથાણા બનાવવા વપરાય છે. બીજી જાતો છે પણ તેનું વાવેતર થતું નથી.

નવી બજાર વ્યવસ્થા શોધી

જામનગર જિલ્લાના ધ્રાંગડા ગામના ખેડૂત દિલસુખ ગડારા લીંબુનું વેચાણ હોલસેલ બજારમાં કરવાની બદલે સોડા વેચનારને કાચા લીંબુનું વેચાણ કરે છે. બજાર કરતાં અહીં બે ગણા ભાવ મળે છે.

ખરાબાની ઢોળાવ જગ્યાએ ખેતી

અમરેલીના સાવરકુંડલાના વાશીયાળી ગામના ખેડૂત પુનાભાઈ મગનભાઈ ગજેરા ઢોળાવ વાળી જમીન પર ટપક પધ્ધતિથી ખેતી કરી કરીને ગુજરાતમાં આવેલી લાખો હેક્ટર ઢોળાવ વાળી જમીન પર ખેતી કરવાના દ્વાર ખૂલ્લા કરી દીધા છે. સામાન્ય રીતે ઢોળાવ વાળી જમીન પર ખેતી કરી શકાતી નથી. કારણ કે ત્યાં જમીન ફળદ્રુપ ઓછી હોય છે અને વળી ઢાળ કૃષિ પાકને પાણી આપવું મુશ્કેલ બની જાય છે. તેથી ટપક પિયત કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp