26th January selfie contest

બજેટ પહેલા મોદી સરકારે ખેડૂતોની આપી મોટી ગિફ્ટ

PC: khabarchhe.com

યુનિયન બજેટ પહેલા નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને મોટા આનંદના સમાચાર આપ્યા છે. બુધવારના રોજ મોદી કેબિનેટની બેઠકમાં અનાજની મિનિમમ સપોર્ટ પ્રાઇઝ(MSP) 85 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવામાં આવી છે. હવે અનાજની MSP વધીને 1835 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ ગઇ છે. આ સિવાય મકાઇ, બાજરો, મગફળી, તુવેર સહિત 13 વધુ અનાજોની MSP વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારે વેજ કોડ બિલને પણ પાસ કરી દીધું છે.

કેન્દ્ર સરકારે આ વર્ષે દેશભરમાં 357 લાખ ટન ઘઉં ખરીદવાનો લક્ષ્ય રાખ્યો છે, જ્યારે ગઇ સિઝન 2018-19મા સરકારી ખરીદ એજન્સીઓએ દેશભરમાંતી 357.95 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી. FCI આંકડા મુજબ પંજાબમાં સૌથી વધુ 127.01 લાખ ટન ઘઉંની ખરીદી થઇ ચૂકી છે. જે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યમાં ઘઉંની ખરીદી કરવાના નક્કી કરાયેલા લક્ષ્ય કરતા 125 લાખ ટનથી વધુ છે.

સરકારી એજન્સીઓએ હરિયાણામાં અત્યારસુઘી 93.23 લાખ ટન ઘઉં ખરીદ્યા છે. મધ્ય પ્રદેશમાં 65.45 લાખ ટન ઘઉંની ખરીદી થઇ ચૂકી છે. જ્યારે દેશના સૌથી મોટા ઘઉં ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં ફક્ત 26.56 લાખ ટન ઘઉંની ખરીદી જ થઇ શકી છે. FCIના આંકડા અનુસાર રાજસ્થાનમાં 10.89 લાખ ટન, ઉત્તરાખંડમાં 39000 ટન, ચંદીગઢમાં 12000 ટન, ગુજરાતમાં 5000 ટન અને હિમાચલ પ્રદેશમાં 1000 ટન ઘઉંની સરકારી ખરીદી થઇ છે, જ્યારે બિહારમાં ઘઉંની ખરીદીના કોઇ આંકડા FCIની વેબસાઇટ પર નથી.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp