લીમડો 500 હાનિકારક જંતુઓનો નાશ કરે છે

PC: https://gujarati.abplive.com

ગુજરાતમાં 410 પ્રકારના વૃક્ષો છે જેમાં 202 કુદરતી રીતે ઉગી આવતાં વૃક્ષો છે. 218 બગીચાના વૃક્ષો છે. 2009માં 2.98 કરોડ લીમડા હતા. 2011માં 3 કરોડ હતા. આજે તે 5 કરોડની આસપાસ હોઈ શકે છે. લીમડા તેલ જંતુનાશક છે. તેથી તેની ખેતી થવા લાગી છે.

ખેતરમાં 500 જાતના હાનિકારક જીવો જંતુનો નાશ કરવા વપરાય છે. ખેતીમાં જંતુ, મચ્છર, જીવ, ઈડળ, કૃમિ, ફૂગ, બેક્ટેરિયા, વાયરસ, નાશક છે.  ખેતીમાં લીમડાના તમામ ભાગ કામ આવે છે. આવા જીવોને દૂર કરે છે.

લીમડાના પાન યુરિયા સાથે ભળી જાય છે. જમીનમાં પાન ફળદ્રુપતા વધારે છે. રણ કાંઠે લીમડો મોટો ફાયદો કરીને ખેતીમાં રેતી ફેલાતી અટકાવે છે. જાન્યુઆરી 2022માં સરકારે જાહેર કર્યું છે કે, ગુજરાતમાં ખેડૂતો રસાયણ ખાતરને બદલે કુદરતી ખાતરનો ઉપયોગ કરે તે માટે 15 જિલ્લામાં લીમડા વન બનાવવાના હતા. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં લીમડા વન ઉભા કરવાના હતા થયા નથી.

ભાભર કૃષિ બજારમાં 20 કિલો લીંબોળીના 230થી 350 મળે છે. 16 રૂપિયા એક કિલોના મળે છે. 30થી 50 લાખ કિલો લીંબોળી વેચાય છે. 2011ની ગણતરી પ્રમાણે ગાંધીનગર 1.72 લાખ, સુરત 8 હજાર, અમદાવાદમાં 1.43 લાખ, વડોદરા, 45 હજાર,  ભાવનગર 30 હજાર, રાજકોટ 23 હજાર, જૂનાગઢ 5 હજાર છે. શહેરોમાં 4.34 લાખ લીમડાનો ઝાડ છે. મહેસાણામાં 75 લાખ લીમડા હતા.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp