પાંચ વર્ષથી નહેર ન બની, 16 ગામના ખેડૂતોના વલખા

PC: khabarchhe.com

નર્મદા જિલ્લામાં નર્મદા બંધની નજીકના કરજણ ડેમથી ગોરા સુધીની નહેર વિસ્તારમાં આવતાં 16 ગામોની બાલત ખરાબ બની ગઈ છે. અહીં 16 કિલોમીટર લાંબી નહેર રૂ.14 કરોડના ખર્ચે બનાવી છે. તેની 20 મીટર પહોળી રિચાર્જ નહેર બનાવીને 50 ક્યુરેક પાણી વહેવડાવવાનું હતું. પરંતુ પાંચ વર્ષથી તેનું કામ ચાલી રહ્યું છે. હજુ પુરું થયું નથી. જો થઈ ગઈ હોત તો 1200 હેક્ટરમાં પાણી પહોંચી શક્યું હોત અને તેમાં ત્રણ પાક લઈ શકાયા હોત.

1200 હેક્ટરનું કૃષિ ઉત્પાદન 4 વર્ષમાં લગભગ રૂ.5થી રૂ.7 કરોડનું ઉત્પાદન મળી શક્યું હોત. પણ દેશ વિરોધી ભ્રષ્ટાચારનું કૃત્ય કરીને કરોડો રૂપિયા નુકસાન થયું છે. તે માટે ભાજપની સરકાર જવાબદાર છે એવું લોકો કહી રહ્યાં છે. જ્યાં નહેર બની છે ત્યાં ખેડૂતોને જમીનનું વળતર પણ મળ્યું નથી. તેથી આ પ્રશ્ન અટવાયો છે, પણ સરકારે તમામ યોજના માટે આદેશ બહાર પાડ્યા છે કે જ્યાં સુધી જમીન અને બીજા મંજૂરીઓ ન મળે ત્યાં સુધી કામ શરૂ કરવા માટે ટેન્ડરો બહાર પાડવા નહીં. તેનો પણ ભંગ બને છે. તેનું સીધું કારણ એ છે કે, યોજના જેમ વિલંબીત બની તેમ ભ્રષ્ટાચાર વધારે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp