PM ગુજરાતમાં બોલ્યા- 2001મા મને લોકો કહેતા સાહેબ સાંજે વાળું કરવા તો વીજળી આપો

PC: divyabhaskar.co.in

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રી મોદી ગુરવારથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમણે હિંમત નગરમાં આવેલી સાબર ડેરીમાં 305 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાપર્ણ અને 600 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે મહિલાઓના મોં ફાટ વખાણ કર્યા હતા. સાથે જ્યોતિગ્રામ યોજનાની પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાબરડેરીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું કે, મેં એક નિયમ બનાવ્યો હતો કે ડેરીમાં દૂધ ભરવા માટે કોઇ પણ આવે, પરંતુ તેના પૈસા પુરુષોને  ન મળે, તે પૈસા માત્ર મહિલાને જ મળે.PM મોદીએ કહ્યુ કે તેનું કારણ એવું છે કે જો પૈસા મહિલા પાસે જાય તો મહિલા પાઇ-પાઇનો હિસાબ રાખે, પરિવારની ભલાઇ કરે અને પશુ કલ્યાણ માટે ઉપયોગ કરે. આને કારણે બહેનો, માતાઓની તાકાત પણ વધી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સહકારિતા એક સમૃદ્ધિની પરંપરા છે, સંસ્કાર પણ છે અને એટલે જ સહકાર છે અને સહકાર છે એટલે જ સમૃદ્ધિ પણ છે. તેમણે આગળ કહ્યું કે દૂધ સાથે જોડાયેલા સહકાર આંદોલનની સફળતાને ધ્યાનમાં રાખીને અમે તેનો વિચાર હવે બાકીના ક્ષેત્રો માટે પણ કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ  કે, જ્યારે હું 2001માં આવ્યો ત્યારે લોકો મને કહેતા હતા કે સાહેબ, સાંજે વાળું કરવા માટે તો વીજળી આપો, ગુજરાતમા તે સમયે વાળુ કરવા સમયે વીજળી નહોતી મળતી. અમે જ્યોતિગ્રામ યોજવાનું અભિયાન ચલાવ્યું.

તેમણે કહ્યુ કે આજના 22-23 વર્ષની દીકરા-દીકરીઓને તો અંધારૂ કોને કહેવાય તે ખબર પણ ન હોય. જ્યોતિગ્રામ યોજનાએ માત્ર અજવાળું આપ્યું, ઘરોમાં ટીવી આવ્યા એટલું જ નહી, પરંતુ દૂધ ડેરીઓને મિલ્ક ચીલીંગ યુનિટ ઉભું કરવામાં પણ મદદ કરી. તેનો ફાયદો એ થયો કે દૂધનો બગાડ થતો અટકયો.

PMએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે ડેરી ઉદ્યોગ એક લાખ કરોડે પહોંચ્યો છે. આજે મહિલાઓ દૂધ-મંડળીઓ ચલાવી રહી છે, મધનું ઉત્પાદન બમણું થયું છે. ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટેના પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp