ગયા વર્ષે 150 ટકા વરસાદની આગાહી નહોતી કરી, હવે કૃષિ યુનિ. કહે છે 92 ટકા સાચા

PC: indiatoday.in

ગુજરાતમાં પરંપરાગત રીતે વરસાદની આગાહી કરવાનું કામ કરતાં 40 આગાહીકારો જૂનાગઢ વિશ્વ વિદ્યાલયમાં મળ્યા હતા. જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલય અને જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા 27માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં વરસાદનું પૂર્વાનુમાન રજુ કર્યું હતું. જેમાં આ ચોમાસું 16 આની એટલે કે 100 ટકાના બદલે 10થી 12 આની રહેશે. એટલે કે સારું ચોમાસું નહીં પણ મધ્યમ રહેશે.

દેશના હવામાન વિભાગે આગાહી ફેરવીને કહ્યું કે 11 જૂનથી ચોમાસુ બેસી જશે. પણ જુનાગઢના આગાહીકારોએ જાહેર કર્યું છે કે, જૂન મહિનાના ચોથા અઠવાડિયામાં 22 જૂન પછી વાવણી લાયક વરસાદ થશે. કુલપતિ ડો.વી.પી.ચોવટીયા માને છે કે, ગયા ચોમાસા 2020-21માં આગાહી કરી હતી તેમાં 83 ટકાથી 92 ટકા સાચી પડી છે. ચોમાસામાં 28 દિવસ વરસાદ રહેશે. સરેરાશ 52 ઈંચ વરસાદ રહેશે.

જુલાઈમાં વરસાદનું જોર ઘટશે. ઓગસ્ટમાં નાનું વાવાઝડું રહેશે. 15થી 18 જૂલાઈ ત્રણ દિવસ અતિ ભારે વરસાદ પડશે. 18થી 23 સપ્ટેમ્બર ભારે વરસાદ પડશે. જૂલાઈના ત્રીજા અને ચોથા અઢવાડિયીમાં અતિવૃષ્ટી થવાની શક્યતા છે. 16 ઓગસ્ટ બાદ વરસાદની ખેંચ રહેશે. નવેમ્બરમાં માવઠું થશે.

ખગોળ વિજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર,  ભડલી વાક્યો, પશુ-પક્ષીની ચેષ્ઠા, ભડલી વાકયો, રોજ ફેરફાર થતાં હવામાનની નોંધો, હવામાનના પરિબળો અને કોઠાસુઝ દ્વારા ધનસુખભાઇ શાહ, બાબુભાઇ ગોપાલભાઇ પાઘડાળ. પી.જી. રાજાણીએ આગાહીઓ કરી હતી તે 80 ટકાથી વધું સાચી પડી હોવાનો દાવો કરવામાં આવે છે. પણ કઈ આગાહી તે અંગે જાહેર નિવેદન કર્યું નથી.

મેઘ, મરણ અને મોંધાઇની કોઇને ખબર હોતી નથી.  ગયા ચોમાસામાં સૌથી વધું વરસાદ પડ્યો તે સૌથી મોટી ઘટના હતી. ગયા વર્ષે 150થી 200 ટકા વરસાદ થશે તેવું આ પૈકીના કોઈ આગાહીકારોએ આગાહી કરી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp