26th January selfie contest

રાસાયણીક કે છાણીયા ખાતરના બદલે હવે લોકોનું આરોગ્ય સુધારતા લીલું ખાતર આવ્યું

PC: khabarchhe.com

અઝોલા પીનાટા વનસ્પતિના પાનમાં બ્લુ ગ્રીન લીલ હોય છે. જે હવાનો નાઈટ્રોજન લે છે. 0.2થી 0.3 ટકા નાઈટ્રોઝન લીલા છોડમાં હોય છે સૂકા છોડમાં 3થી 5 ટકા હોય છે. એક ટન લીલો અઝોલા 4 કિલો સેન્દ્રિય ખાતર આપે છે. હેક્ટરે 10થી 12 ટન એઝોલા આપે છે. જે 5થી 10 દિવસમાં વિઘટન થઈને 25-30 કિલો આપે છે. હેક્ટરે કપલ 60 કિલો નાઈટ્રોઝન ખાતર આપે છે.

તે ડાંગરની કુલ 25થી 50 ટકા સુધી નાઈટ્રોજન ખાતર આપે છે. નિંદામણ 50 ટકા ઘટાડે છે. મચ્છરનું નિયંત્રણ કરે છે. ચૂસીયાનો ઉપદ્રવ ઓછો થાય છે. ચોખાના ઉત્પાદનમાં 8થી 10 ટકા વધારો કરે છે.

પશુ, મરઘા અને માછલીઓનો ખોરાક બની શકે છે. તેમાં એજેટોબેકટર ડાયએઝોટ્રોપિક્સ બેકટેરિયા હોય છે. નાઈટ્રોજન સ્થિર કરે છે. એક પ્રકારની ફૂગ છોડના મૂળ સાથે રહે છે. જે ફોસ્ફરસ મેળવવામાં મદદ કરે છે. 

ખેડુતો રાસાણીક ખાતર અને છાણીયું વાપરે છે પણ હવે ખાતરની નવી ટેકનોલોજીથી લીલું ઓર્ગેનિક ખાતર બનાવનારા ખેડૂતો વધી રહ્યાં છે. કૃષિ વિશ્વ વિદ્યાલયમાં અનેક ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે.'રાસાયણિક ખાતરો જમીનની ગુણવત્તાને ખૂબ જ ખરાબ અસર કરી રહ્યો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો હવામાં અને પાણીમાં ભળીને લોકોના શરીરમાં પ્રવેશ કરી રહ્યા છે.

ખાદ્ય ચીજોની ગુણવત્તામાં ઘટાડો થવાને કારણે લોકોમાં અનેક પ્રકારના રોગો ઉભા થયા છે. પાકની ઉપજમાં ઘટાડો થઈ રહ્યો છે. કૃષિ વૈજ્ઞાનિક અને માટી અને સજીવ ખાતરના નિષ્ણાત ડો.ચંદ્રશેખરસિંહ અનેક જૈવિક ખાતર અંગે ઘણા સંશોધન થઈ રહ્યા છે. હવામાન અને ઓછી ઉત્પાદકતાના હાલાકીનો સામનો કરવો પડશે. ખેડુતોને લીલોતરી તરીકે જૈવિક ખાતરને ઉગાડવા અને ઉપયોગ કરવા વિશે પણ માહિતી આપવામાં આવી રહી છે.

લીલું ખાતર તે પાંદડાવાળા પાકનો સંદર્ભ આપે છે. જે ઝડપથી ઉગે છે અને જ્યારે તે પૂરતા પ્રમાણમાં મોટા થાય છે, ત્યારે ફૂલો ઉગાડતા પહેલા તેને જમીનમાં દાટી દેવામાં આવે છે. જેને લીલો પડવાશ કહેવામાં આવે છે. આ પાક જ્યારે જમીનમાં સડતા હોય ત્યારે બાયોમાસ અને ફળદ્રુપતામાં વધારો કરે છે.

લીલો પડવાસ ઝડપથી વિકસે અને તેમાં વધુને વધુ પાંદડા હોવા જોઈએ, દાંડા વાતાવરણીય નાઇટ્રોજન લે એવા, પ્રજનનક્ષમતા વધારે, પાણીની માંગ ઓછી અને દુષ્કાળ સહન કરવા માટે સક્ષમ હોવો જોઈએ.

કઠોળનો પાક - લીલા ખાતરનો ઉપયોગ દાળના પાકમાં શ્રેષ્ઠ છે. પલ્સ પાકને મહત્તમ નાઇટ્રોજનની જરૂર હોય છે. અડદ, મગ, ગુવારનો ઉપયોગ લીલા ખાતર તરીકે થઈ શકે છે.

જમીનમાં નાઇટ્રોજનની માત્રા પહેલાથી જ વધારે હોય તો જુવાર, બાજરો, મકાઈ, સરસવ, રાઈ લીલા ખાતર તરીકે શ્રેષ્ઠ છે. તેમાં નાઈટ્રોજનની માત્રા ગુવારમાં 55 ટકા અને અદડમાં 30 ટકા જોવા મલે છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp