હવે જમીનની નીચે નહીં પણ હવામાં થશે બટાકાની ખેતી, ખેડૂતોને થશે મોટો ફાયદો

PC: youtube.com

દેશમાં મોટા પાયા પર બટાકાની ખેતી કરવામાં આવે છે. વધારે પડતી જગ્યા પર ખેતી પારંપરિક રીતે જ થાય છે. ખેડૂતોની પાક ક્યારેક વરસાદ તો ક્યારેક દુકાળના કારણે બરબાદ થઇ જાય છે. જોકે, ખેડૂતોને હવે આ દરેક સ્થિતિથી ઉભરવા માટે વૈજ્ઞાનોએ બટાકાની ખેતીની એક નવી ટેક્નિક વિકસિત કરી છે. આ ટેક્નિકના હિસાબે ખેડૂત બટાકાની ખેતી હવામાં પણ કરી શકશે. સાથે જ તેના સમયની પણ બચત થશે. તેનાથી તેમનો નફો અનેક ગણો વધી જશે.

આ ટેક્નિકનું નામ છે એરોપોનિક. આ ટેક્નિકને હરિયાણાના કરનાલ જિલ્લામાં સ્થિત પોટેટો પ્રોદ્યોગિકી કેન્દ્ર દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. ખેડુતોને પણ આ ટેક્નિકની મદદથી બટાકાની ખેતી કરવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ મધ્ય પ્રદેશ બાગબાની વિભાગ આ ટેક્નિકનું લાઇસન્સ પણ ખેડૂતોને આપી રહ્યું છે.

વૈજ્ઞાનિકો કહે છે કે, ખેડૂતોને આ ટેક્નિકથી ઘણો ફાયદો થશે. ઓછી પડતરમાં જ ખેડૂતોને વધારે પાક હાંસલ કરવામાં આવી શકે છે. તેનો મતલબ ખેડૂતોનો તેનાથી નફો પણ વધશે. જે બાદ તેમાં માટી અને જમીનની જરૂર ન પડશે. તેમાં પોષક તત્વોને ધુંધના રૂપમાં મૂળિયામાં છાંટવામાં આવે છે. છોડવાના ઉપરના ભાગમાં ખુલ્લી હવા અને પ્રકાશમાં રહે છે.

એરોપોનિક ટેક્નિકનો ઉપયોગ કરવા પર પાકમાં માટી જનિત રોગોના લાગવાની શક્યતા પણ ઓછી રહે છે, જેનાથી ખેડૂતોનું નુકસાન ઘણું ઓછું થઇ શકે છે. ખેડૂતોને આ ટેક્નિક પ્રતિ જાગરૂક કરવામાં આવશે, જેની જવાબદારી બાગબાની વિભાગે ખેડૂતોને આપી છે.

એરોપોનિક ફાર્મિંગ ફક્ત બટાકાની ખેતી માટે જ સીમિત નથી, પણ તે પાંદળા વાળા શાકભાજી, સ્ટ્રોબેરી, કાકડી, ટામેટા અને હર્બ્સનું પણ પ્રોડક્શન કરી શકાય છે. એવી કેટલીક ટેક્નિકોની જાણકારી ખેડૂતો સુધી પહોંચાડવા માટે સતત જાગરૂકતા કાર્યક્રમો અને ખેડૂત ગોષ્ઠિઓનું આયોજન કરવામાં વે છે. અત્યાર સુધી કેટલાક ખેડૂતો બટાકાના અનુસંધાન કેન્દ્રની મદદથી એરોપોનિક ફાર્મિંગ કરી રહ્યા છે. આ ટેક્નિક દ્વારા ઓછી પડતર અને ઓછા ખર્ચમાં પાકનું વધારે અને સારી ગુણવત્તાનું ઉત્પાદન મળે છે. આ ટેક્નિક ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો માટે વરદાન સાબિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp