વાવાઝોડા અને વરસાદથી ડુંગળીના 7 હજાર હેક્ટરના પાકમાં ભારે નુકસાન, વળતર આપો

PC: khabarchhe.com

10 મે 2021ના રોજ ગુજરાતમાં 7 હજાર હેક્ટર વિસ્તારમાં ઉનાળું ડુંગળીનું વાવેતર થયું હતું. વાવઝોડું આવતાં અને વહેલો વરસાદ 3 વખત આવતાં ડુંગળી પકવતાં વિસ્તારોના ખેડૂતોને મોટું નુકસાન ગયું છે. તેઓ સરકાર સમક્ષ વળતર આપવાની માંગણી કરી રહ્યાં છે.

7 હજાર હેક્ટરમાંથી સૌથી વધું વાવેતર 4200 હેક્ટર ભાવનગર અને 1300 હેક્ટર અમરેલીમાં થયું હતું. જુનાગઢ, પંચમહાલ, રાજકોટ, સુરત, ભરૂચ, નવસારીમાં 100થી 400 હેક્ટ સુધી વેવાતર થયું હોવાનું કૃષિ વિભાગે જાહેર કરેલું છે.

જ્યાં વાવાઝોડું હતી અને અત્યાર સુધીમાં 3 વખત કમોસમી વરસાદ પડી ગયો છે. તેથી ભારે મોટું નુકસાન થયું છે.એક હેક્ટરે 25 ટનનું ઉત્પાદન ખેડૂતો લેતા હોય છે. ખેતરોમાં 1.50થી 1.75 લાખ ટન માલ પડ્યો હતો.

ભાવનગર જિલ્લામાં ભારે મોટું નુકસાન છે. પલળેલી ડુંગળીના એક કિલોના ખેડૂતોને 3થી 4 રૂપિયા અમરેલી ખેડૂત બજારમાં નીચા ભાવ અને શ્રેષ્ઠ ગુણવત્તાની ડુંગળીના ઊંચા ભાવ 8-10 રૂપિયા આપવામાં આવ્યા હતા.

10 મે 2021માં અમદાવાદમાં ડુંગળીનો છૂટક ભાવ રૂ.35 હતો. આમ ખેડૂતોને એક કિલોના 3 રૂપિયા પણ મળતાં નથી. પણ શહેરમાં વેપારીઓને 24 કલાકમાં 10 ગણા ભાવ મળે છે. પણ ખેડૂતો 90 દિવસ મહેનત કરે તો પણ તેને 3 રૂપિયા મળે છે.

આમ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડુંગળી લેવામાં આવી છે. 10થી 12 હજાર ખેડૂતોએ ડૂંગળીનું વાવેતર અમરેલી અને ભાવનગરમાં કર્યું હશે. અનેક ખેડૂતો એવા છે કે તેમની ડૂંગળી ખેતરમાં ઢગલા હતા ત્યારે જ પલળી ગઈ હતી. એક અંદાજ પ્રમાણે 1 લાખ ટન ડુંગળીનું નુકસાન હોઈ શકે છે. જેમાંના કોઈ ખેડૂતને વળતર આપવામાં આવ્યું નથી. ખેડૂત એકતા મંચે વાવાઝોડા વળતર આપવાની માંગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp