ડુંગળીના ભાવમાં સેન્ચુરી, દાડમ અને સફરજન કરતા પણ મોંઘી

PC: mfarm.co.ke

ડુંગળી કપાય ત્યારે તો સુધારનાર વ્યક્તિની આંખમાં આસું આવે પણ હવે તો લોકોને ડુંગળીના ભાવ જોઈને રડવું આવે છે. ગરબોની કસ્તુરી ગણાતી ડુંગળી દાડમ અને સફરજન કરતા પણ મોંઘી બની છે. જ્યાં સફરજન અને દાડમના ભાવ 70-80ની આસપાસ છે ત્યાં ડુંગળીનો ભાવ રુ.100ને સ્પર્શી ગયો છે. ડુંગળી રુ. 100ની કિલો થઈ ગઈ છે. આ પાછળનું કારણ એ છે કે, ડુંગળીની આવક ઓછી હોવાને કારણે ભાવવધારો થઈ રહ્યો છે. આગામી બે મહિના સુધી ડુંગળીના ભાવ ગગડવાના કોઈ એંઘાણ નથી. એવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. સપ્ટેમ્બર 2015 બાદ પ્રથમ વખત ડુંગળીના ભાવમાં આટલો ભાવ વધારો જોવા મળ્યો છે.

બે મહિના પહેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થયેલા વરસાદની માઠી અસર ડુંગળીના પાકને થઈ છે. શાકભાજીની માર્કેટમાં જથ્થાબંધ ડુંગળીનો ભાવ રુ.60ને પણ પાર થઈ ગયો હતો. એક તરફ લગ્નની સીઝન છે અને બીજી તરફ ડુંગળીના ભાવે દરેકનું બજેટ ખોરવી નાંખ્યું છે. હવે લગ્નમાં કે તેના જમણવારમાં ડુંગળી સલાડ તરીકે જોવા નહીં મળે એવું લાગી રહ્યું છે. બીજી તરફ ભાવ ઘટવાની પણ કોઈ શક્યતાઓ નથી. વેપારીઓ કહે છે કે, દીવાળી બાદ રાજસ્થાનના અલવરમાંથી ડુંગળીની આવક થાય છે. ખૂબ મોટો જથ્થા માર્કેટમાં ઠલાવય છે. પણ આ વખતે જથ્થો મર્યાદિત આવ્યો છે. કારણ કે વરસાદને કારણે ડુંગળી ખરાબ થઈ ગઈ છે. જે સારી ડુંગળી છે જેનો ભાવ આસમાને છે.

જ્યારે ગુજરાતના ભાવનગર અને મહારાષ્ટ્રના પુણે, નાસિકમાંથી ડુંગળીનો મોટો જથ્થા ઉત્તર ભારત તરફ જાય છે. છેક હરિયાણાના પાણીપત સુધી આ ડુંગળી મોકલવામાં આવે છે. રાજસ્થાનના અલવરમાં ટનનો ભાવ રુ. 2200 સામે આવ્યો છે. જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. ડુંગળીની આવક ઓછી હોવાને કારણે દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, હરિયાણાના પાણીપત સુધી માઠી અસર થઈ છે. ડુંગળીની ગાડીઓ ઓછી આવી રહી છે. એક ટ્રકમાંથી ઓછામાં ઓછી 400 ટન ડુંગળી હોય છે. સામાન્ય રીતે પાણીપત જેવા શહેરમાં 600 ટન ડુંગળીની જરુરિયાત હોય છે. વર્ષ 2010-11માં જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે પણ ચિત્ર જોવા મળ્યું હતું. હવે ભાજર સરકારમાં પણ ડુંગળીના ભાવ આંખ ભીની કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp