રૂ. 22 લાખનો ડુંગળી ભરેલો ટ્રક ચોરાયો, મધ્ય પ્રદેશમાંથી ખાલી મળ્યો

PC: https://www.rediff.com

ડુંગળીની વધતી જતી કિંમતને લઈને હવે ડુંગળીના કોથળાની મણમાં ચોરી થઈ રહી છે. ગુરુવારે ગોરખપુર મોકલવામાં આવેલા રુ.22 લાખની કિંમતની ડુંગળીથી ભરેલો ટ્રક ચોરાય જતા ચકચાર મચી જવા પામી હતી. આ ટ્રકમાં 40 ટન ડુંગળી હતીત જે મહારાષ્ટ્રના નાસિકથી ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલવામાં આવ્યો હતો. આ ખાલી ટ્રક મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાંથી ખાલી મળી આવ્યો હતો.

ડુંગળી મોકલનારા વ્યાપારી પ્રેમચંદ શુક્લાએ જણાવ્યું હતું કે, ટ્રક 11 નવેમ્બરના રોજ નાસિકથી રવાના થયો હતો અને 22 નવેમ્બરના રોજ ગોરખપુર પહોંચવાનો હતો. પરંતુ, તે પોતાના ચોક્કસ સમયમાં પહોંચી ન શક્યો. જેને લઈને વ્યાપારીએ જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી હતી. મધ્યપ્રદેશમાં ડુંગળી રુ.100ની કિલો છે. પોલીસ અધીકારીએ જણાવ્યું હતું કે, આ કેસમાં ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી દેવામાં આવી છે. ખાલી પડેલો ટ્રેક તેંદુ પોલીસ રેન્જમાંથી મળી આવ્યો હતો. માત્ર મહારાષ્ટ્ર કે મધ્ય પ્રદેશ જ નહીં દેશના અન્ય રાજ્યમાંથી પણ ડુંગળી ચોરાયાના વાવડ મળી રહ્યા છે.

પશ્ચિમ બંગાળના પૂર્વી વિસ્તાર મિદનાપુરમાં રુ.45 હજારની ડુંગળી ચોરાય ગઈ છે. જ્યારે ગુજરાતના સુરત શહેરમાંથી પણ રુ.25 હજારની ડુંગળી ચોરાય ગઈ છે. મિદનાપુરમાં આવેલી એક દુકાનમાંથી રાત્રીના સમયે ડુંગળીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. તરસ્કરો અહીંથી ડુંગળીની સાથોસાથ શાકભાજી પણ ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. એક તરફ મોંઘવારીના મારથી પીડાતી પ્રજાની શાકભાજી અને ડુંગળીના ભાવ વધારાથી કમર તૂટી ગઈ છે. તો બીજી તરફ દેશની બીજી કોમોડિટીમાં ક્યાંય ભાવ ઘટવાના એંધાણ નથી. આવી સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં ટિખ્ખળ થઈ રહી છે કે, આ ગયે અચ્છે દિન...ડુંગળી રુ.100ની કિલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp