ગુજરાતની મોસંબી પણ ભાવ નીચા અને દલાલી ઊંચી

PC: khabarchhe.com

ગુજરાતમાં હવે મોસંબી પકવવા લાગ્યા છે તેની સાથે અમદાવાદના વેપારીઓ ખેડૂતોને ઓછા ભાવ આપીને લૂંટ ચલાવી રહ્યાં છે. નરોડા ખાતેનું ફળ બજાર લૂંટ માટેનું કેન્દ્ર બની ગયું છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા, ધનસુરા અને બાયડમાં ખેડૂતોએ સફળતાપૂર્વક મોસંબી ઉગાડી છે.

મોસંબીનો મોટા ફળ ઉતરવા લાગતાં તેઓએ પોતાનો માલ વેચવા માટે અમદાવાદ આવવાનું શરૂ કર્યું હતું પણ અહીં તેઓ જ્યારે માલ વેચવા ગયા ત્યારે તેના માલના ભાવો જ નીચે કહી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો ઔરંગાબાદથી મોસંબીના રોપા લાવીને ઉગાડ્યા હતા પાંચ વર્ષ પછી તેમાં ફળ આવવાનું શરૂ થયું છે.

અમદાવાદમાં નાસીકથી મોસંબી આવે છે. અથવા ઔરંગાબાદથી મોસંબી મંગાવવામાં આવે છે. પણ ગુજરાતીન મોસંબી એવું સાંભળતાં જ વેપારીઓ ભાવ નીચા કહે છે. વળી તેમાં 10 ટકા જેવી દલાલી પણ લેતાં હોવાની ફરિયાદ ઊઠી હોવા છતાં સરકાર કે સહકાર વિભાગ તેની સામે પગલાં ભરતા નથી. વેપારીઓ હરાજી કરે છે પણ તે કયા ભાવે વેચાઈ છે તે તુરંત જાણ કરવામાં આવતી નથી.

10 કિલોનો ભાવ રૂ.350થી 400 જેવા માંડ મળે છે. જે ટામેટા કે ડુંગળી જેટલો ભાવ છે. ખેડૂતો અમદાવાદના વેપારીઓથી થાકતા હવે ખેડૂતો સ્થાનિક બજારમાં કે સ્થાનિક રીતે તેનું વેચાણ કરે છે. જે પણ જથ્થાબંધ ભાવે વેચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp