ડુંગળીના ભાવ એક કિલોએ રૂ.1 થઈ ગયો, ગુજરાતના ખેડૂતની આવક બે ગણી થવાના બદલે અડધી

PC: zeebiz.com

ડુંગળીનો ભાવ સાવ તળીએ આવી જતાં ખેડૂતો તેમનો પાક પશુને ભવડાવી રહ્યા છે અથવા મફત આપી રહ્યાં છે. 20 કિલોના ભાવ રૂ.20થી 40 જેવા મળી રહ્યાં હોવાથી તે ખેતરમાંથી કાઢવાની મજૂરી વધારે ચૂકવવી પડી રહી છે. ખેડૂતને રૂ.125નો ભાવ હોય તો જ તેમને પોષાય તેમ છે. એક મણે ખેડૂતોને રૂ.70નું ખર્ચ થાય છે. ત્યારે તેમણે હવે મફતમાં તે આપી દેવી પડે છે.

કેન્દ્રની ભાજપ સરકારે અને ગુજરાતની ભાજપ સરકારે નિકાસ માટે છૂટ ન આપતાં અને પાકિસ્તારમાં ડૂંગળી નિકાસ કરવાની મંજૂરી ન આપતાં અને પાકિસ્તાનથી ખાંડ આયાત કરવાની છૂટ આપતા હવે શેરડીના ભાવ પણ તૂટી રહ્યાં છે. આમ કેન્દ્રની ભાજપ સરકારના કારણે ગુજરાતના ખેડૂતની આવક છેલ્લાં ચાર વર્ષમાં ઘટીને અડધી થઈ ગઈ છે. બે રૂપિયે કિલો પડતી ડૂંગળી શહેરી બજારમાં પહોંચે ત્યારે રૂ.20નો એક કિલો થઈ જાય છે.

મહુવા, રાજકોટ, ગોંડલ, જામનગર, જામજોધપુર, ગઉપલેટા, ધોરાજી જેવા માર્કેટ યાર્ડમાં ડૂંગળી સૌથી વધારે વહેંચાય છે. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ડૂંગળી ફેંકી લેવી પડી રહી છે. એક હેક્ટરે ખેડૂતોને રૂ.50 હજારથી વધારેની નુકશાની જઈ રહી છે. અગાઉ કપાસ, મગફળી, તુવેર, લસણ, તમામ શાકભાજી જેવા 22 જેટલાં પાકમાં પારાવાર ખોટ ગયા બાદ હવે ડુંગળી ખોટનો ધંધો થઈ ગઈ છે.

ગુજરાતમાં ડુંગળીનું સામાન્ય વાવેતર 46000 હેક્ટર હોય છે પણ ગયા વર્ષે 40400 હેક્ટર વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે 45500 હેક્ટર વાવેતર થયું હતું. જે સરેરાશ વાવેતર કરતાં ઓછું છે. હેક્ટરે સરેરાશ 27,964 કિલોનું ઉત્પાદન મળે છે. સૌથી વધારે ડુંગળી ભાવનગરમાં 361 હેક્ચર ઉગાડાય છે. બીજા ક્રમે રાજકોટ 87, અમરેલી 59 હેક્ટર આવે છે. જામનગર 43, કચ્છ 16 હેક્ટર લગભગ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp