26th January selfie contest

ઇસબગુલ તમને તંદુરસ્ત રાખવામાં ઘણી મદદ કરી શકે, ગુજરાતમાં તેની ઉત્પાદકતા સૌથી વધુ

PC: khabarchhe.com

ગુજરાતમાં ઈસબગુલનું સૌથી વધું વાવેતર કચ્છમાં 17.75 હજાર હેક્ટરમાં થાય છે. ત્યાં 12.85 મેટ્રીક ટન ઉત્પાદન છેલ્લાં વર્ષે થયું હતું. હેક્ટરે 735 કિલોની આવી હતી. જે સમગ્ર ભારતમાં ઊંચી છે. આ સરેરાશ સમગ્ર ભારતમાં સૌથી ઊંચી રહેવા માટે કચ્છના ખેડૂતો શ્રેષ્ઠ પૂરવાર થયા છે.

ગુજરાતમાં સૌથી વધું ઉત્પાદકતા બનાસકાંઠામાં આવે છે. જ્યાં હેક્ટરે 826 કિલો પાકે છે. જે સમગ્ર ભારતમાં સૌથી વધું છે. વાવેતર 4276 હેક્ટર અને ઉત્પાદન 3532 મેટ્રીક ટનની છે.

2017-18માં 25 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. ઉત્પાદન 18 હજાર મેટ્રિક ટન થયું હતું. કૃષિ નિયામકના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણમમાં 95 ટકા ઈસબગુલ પાકે છે. સરેરાશ 16.75 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. 2021માં 25 હજાર હેક્ટર વાવેતર થયું હોવાનો અંદાજ છે.

25 હજાર હેક્ટરમાં વાવેતર

દેશમાં 2 લાખ હેક્ટર અને ગુજરાતમાં 20-25 હજાર હેક્ટરમાં ઈસબગુલનું વાવેતર થાય છે. જેને ઘોડાજીરૂ, ઉથમુંજીરૂ કે ઓથમીજીરૂ કહે છે. હેક્ટરે 1250થી 1300 કિલોનું ઉત્પાદન મળતું રહ્યું છે. 2.50 કરોડ કિલો  15000 મેટ્રીક ટન ઉત્પાદન મળે છે.  આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયની કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા ઈસબગુલના છોડનો ઉંડાણથી અભ્યાસ કરાયો છે. ગુજરાત ઈસબગુલ-1માં 330 કિલો, ગુજરાત ઈસબગુલ-2માં 363 કિલો અને ગુજરાત ઈસબગુલ-3માં 500 કિલો એકર દીઠ ઉત્પાદન મળે છે. દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયના જગુદણના મુખ્ય મસાલા સંશોધન કેન્દ્ર ખાતે સંશોધન કરીને નવી જાતો બહાર પાડવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં વધું વાવેતર

ઈસબગુલના બીજ ઉપરનું પાતળુ ગુલાબી સફેદ પડ કાઢીને ઔષધિય ઉપયોગ થાય છે. જેને કલાઈ કહે છે. કલાઈના ઉત્પાદન અને નિકાસમાં ભારત વિશ્વમાં પ્રથમ નંબર પર છે. 90 ટકા નિકાસ થાય છે. 200થી 400 કરોડ રૂપિયાની નિકાસ છે.

આખો છોડ કામનો

આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયની કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા ઈસબગુલના છોડનો ઉંડાણથી અભ્યાસ કરાયો છે. 25 ટકા કલાઈ નિકળે છે. કલાઈ દૂર કર્યા પછી જેમાંથી ગોલા 70 ટકા નિકેળે તે ખાણદાણમાં વપરાય છે. લાલી 3 ટકા અને ખાખો 2.2 ટકા નિકળે છે. ઈસબગુલના બીજમાં સૌથી મહત્ત્વનો ભાગ તેના પર આવેલી ભૂસી છે. જેને હશ કહે છે.

 દવા તરીકે ઉપયોગ

પાણીમાં નાંખવાથી તેના વજન કરતાં 10 ગણું ફૂલે છે.ઉચ્ચ ઔષધિય ગુણવત્તા ધરાવતાં ઈસબગુલની કલાઈનો ઉપયોગ આંતરડાના તમામ રોગો, મસા, કોલેસ્ટેરોલ ઘટાડવા, એસીડીટી, કબજીયાત, રક્તાતિસાર, આંતરડાનું કેન્સર, કાયમી મરડામાં થાય છે. તેનાથી વજન ઓછું થાય છે.

ઉદ્યોગમાં વપરાશ

તેનો ઉદ્યોગોમાં મોટો વપરાશ છે. પણ ગુજરાતમાં તેના ઉદ્યોગો ઓછા છે. ખાસ કરીને આયુરિવેદીક ફાર્મસી,  રંગકામ, કાપડ પર છાપકામ, બિસ્કીટ, આઈસક્રીમ, મીઠાઈ, સૌદર્ય પ્રસાધન ઉદ્યોગમાં થાય છે. પશુઆહાર બનાવવા માટે વપરાય છે, જેમાં 17થી 19 ટકા પ્રોટીન હોય છે.

જોખમી પાક

20 ડિસેમ્બર આસપાસ ઠંડીમાં વાવેતર થાય છે. છોડ પર ઝાકળ કે વરસા પડે તો કલાઈમાં ભેજ આવી જતાં ખરી પડે છે. અને કરોડોનું નુકસાન ખેડૂતોને થાય છે. અત્યંત જોખમી પાક છે. સંવેદનશીલ છે.

સૌથી ઓછા પાણીનો પાક

3થી 5 પાણીની સિંચાઈ જોઈએ છે. આણંદ અને વિજાપુર ખાતે સતત 3 વર્ષ સુધી કરેલા અખતરા પરથી એવું જણાયું છે કે પહેલા પાણી બાદ 30 દિવસે બીજું અને 90 દિવસે ત્રીજું પાણી આપામાં આવે છે. આમ 3 પાણીથી સારું ઉત્પાદન થાય છે. 120થી 130 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે.

300 વર્ષથી ઉપયોગ

યુનાની ચિકિત્સાથી ભારતમાં 300 વર્ષથી આયુર્વેદમાં તેનો ઉપયોગ શરૂ થયો છે. ઘણી બીમારી દૂર કરે છે. ચિકણો ગુણધર્મ છે.

હલવાસન

અમદાવાદના અનિતા શેઠે ઇસબગુલનું હલવાસન તૈયાર કર્યું છે. 1 લિટર દૂધને ઉકાળી, તેમાં 3 ચમચી દહીં નાખી ફાડી નાંખ્યા બાદ ઉકળવા દેવું. જેમાં ઘીમાં સેકીને 2 ચમચી ગુંદર નાખવો. 4 ચમચી ઇસબગુલ  2 ચમચી ઘીમાં શેકીને દૂધમાં નાખવુ. 150 ગ્રામ ખાંડની ચાસણી બ્રાઉન કરી નાખવી. 5 ઇલાયચી, ચોથાભાગનું જાયફળ, ગુલાબપાંદડી નાંખી પેંડા વાળી શકાય ત્યાં સુધી હલાવવું.

આંતરડા પાચનમાં ફાયદો

આંતરડામાં ટોક્સિન કે તેલને જામતું રોકે છે. આંતરડાનું સંકોચન થાય છે. આંતરડાને સ્નિગ્ધ અને રસાળ બનાવીને અટકી ગયેલા મળને બાંધીને કાઢે છે. આંતરડાની ત્વચાને સ્નિગ્ધ કરીને રુક્ષતા, દાહ, અંદરનાં વ્રણોમાં ફાયદો કરે છે. નેચરલ લૈક્સટિવ ગુણ છે, ફાઈબર મોટી માત્રામાં છે. ડાયેરિયામાં દહીં સાથે કુદરતી ઉપચાર છે. આંતરડાનાં ચાંદા, મસા અને ગોનોરીયાની સારવાર માટે ઉપયોગી છે.

તેને પાણીમાં રાખી ખાવાથી આંતરડા સાફ કરે છે. પાચન તંત્ર મજબૂત કરે છે. બીજા કોઈ પોષક તત્વો શોષતો નથી તેથી ડાયજેસ્ટિવ એંજાઈમની કોઈ અસર થતી નથી.

કોલોનની સફાઈ કરે છે, આંતરડાના નકામા બેક્ટેરિયાનો ખાત્મો કરે છે, તેથી ખોરાકનું પાચન સારું થાય છે. સવારે ખાલી પેટ પાણીમાં પલાછી લીંબૂ સાથે લેવાથી ફાયદો કરે છે.

કબજિયાતમાં ઈસબગુલ 2 ચમચી, હરડે 2 ચમચી, બેલના ગુદા 3 ચમચીને વાટીને ચટણી બનાવી ખાવાથી સારો ફાયદો થઈ શકે છે.

ઈસબગુલ લેવાથી આંતરડામાં બેક્ટેરિયાની અસર ઉત્પન્ન થાય છે. તેથી પેટ ફૂલી જાય છે. તેથી ઓછા પ્રમાણમાં લેવું જોઈએ.

આંતરડાની કાર્યક્ષમતા વધે છે તેથી જામેલો કાળો મળ બહાર આવી જાય છે.

આંતરડાના સોજામાં વરીયાળી, ઈસબગુલ, નાની ઈલાયચીને સમાન ભાગે લઈ વાટીને પાઉડર બનાવીને તેટલી ખાંડ સાથે ચૂર્ણ લેવું

ગુણધર્મો

મૃદુ, પૌષ્ટિક, સ્નિગ્ધ,  વનાર, કફ, પિત્તનાશક, અતિસાર છે. ઈસબગુલમાં માત્ર 32 કેલરી હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે.

રાસાયણિક દ્રષ્ટિએ ઈસબગુલની ભૂસીમાં 30 ટકા મ્યુસિલેઝ હોય છે. ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને શરૂર ડિટોક્સ થઈ જાય છે.

રોગ

સંગ્રહણી, દમ, ઠંડક, ગર્ભપાત થાય ત્યારે ગર્ભાશય તેમજ યોનીમાર્ગના વિસ્તરણ  માટે ઉપયોગી છે.

હ્રદયને સુરક્ષિત રાખી ફેટને શોષી લે છે.

જ્યારે ભોજન લો પછી તુરંત ઈસબગુલ લેવાથી પેટ, હ્રદય, આંતરડા, ડાયાબિટીશ, ચરબી જેવા ઘણાં રોગોને રોકે છે.

ટૉક્સિન્સમાં 4-6 ચમચી દિવસમાં 1થી 3 વાર પાણી સાથે કે જ્યુસ સાથે લેવાય છે.

 જાતિય સમસ્યા

ધાતુપુષ્ટિ કરે છે. સાકર અને દૂધ સાથે રાતના લેવાથી સ્વપ્નદોષ, ઓછા શુક્રકોષ, બહુમૂત્રતામાં રાહત આપે છે. ધાતુપુષ્ટિ માટે એલચીના દાળાથી બે ગણું ઈસબગુલ અને સાકર રાતના પલાળીને સવારે મસળીને ગાળીને પી જવાનું શાસ્ત્રોમાં કહ્યું છે. (આ માહિતી માત્ર જાણકારી માટે છે વૈદ્યની સલાહથી ઉપયોગમાં લેવું) 

બવાસીર

એસિડિટીમાં ઠંડા પાણી સાથે ભોજન પછી લેવામાં આવે છે. વજન ઘટાડવામાં કામ આવે છે. ખાવા ઈચ્છાને અંકૂશમાં લાવે છે. 

લાંબો સમય ન લેવું

સતત 45 દિવસ પછી લાંબો સમય ન લેવું.  લેવાથી વાયુના સંધિવાંત, એકાંગવાત, ત્વચાની રુક્ષતા, મસ્તિષ્ક દૌર્બલ્ય જેવા રોગ થઈ શકે છે. પ્રસૂતાને માટે પણ તે હાનિપ્રદ ગણાય છે. વધારે સેવન ન કરવાનું તબિબો કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp