પંજાબમાં ખેડૂતો માટે પ્રસ્તાવઃ MSPથી ઓછા ભાવે પાક ખરીદ્યો તો થશે 3 વર્ષની જેલ

PC: thequint.com

કેન્દ્રની મોદી સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા 3 કૃષિ કાયદાના વિરોધ કરનારું પંજાબ પહેલું રાજ્ય બની ગયું છે. મંગળવારના રોજ રાજ્યની કોંગ્રેસ સરકારે કેપ્ટન અમરિંદર સિંહની આગેવાનીમાં વિધાનસભામાં 3 બિલ રજૂ કર્યા છે. સિંહ દ્વારા રજૂ કરવામાં આવેલા 3 બિલ, ખેડૂત ઉત્પાદન અને વાણિજ્ય વિશેષ જોગવાઇ અને પંજાબ સંસોધન બિલ 2020, આવશ્યક વસ્તુ બિલ 2020 અને ખેડૂત સશક્તીકરણ અને સંરક્ષણ બિલ 2020 છે.

પંજાબ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બિલમાં કહેવામાં આવ્યું છે કે જો ખેડૂતોને MSPથી ઓછા દરે તેમના પાકનો ભાવ આપવામાં આવ્યો તો 3 વર્ષની જેલ થઇ શકે છે. જો કોઈ કંપની કે વ્યક્તિ ખેડૂતો પર જમીન અને પાકને લઇ કોઈ દબાણ બનાવે છે તો તેને જેલ થઇ શકે છે. બિલમાં કેન્દ્રના કાયદાની ટીકા કરતા કહેવામાં આવ્યું છે કે આ બિલો ઉપરાંત કૃષિ બિલમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, તે પણ ખેડૂતો અને શ્રમિક વિરોધી છે.

આખરે ભારત સરકાર શું ઈચ્છે છે

સિંહે સદનને સંબોધિત કરતા કહ્યું કે કૃષિ રાજ્યનો વિષય છે, પણ કેન્દ્રએ તેને અદેખાઈ કરી. મને ખાસ્સો આશ્ચર્ય છે કે આખરે ભારત સરકાર કરવા શું માગે છે. પંજાબ સરકારના પ્રસ્તાવમાં કેન્દ્રને કહેવામાં આવ્યું છે કે તેઓ ખેડૂતોના કાયદા પર નવો અધ્યાદેશ લાવે જેમાં એમએસપી પણ હોય. કિસાન ઉત્પાદન વેપાર અને વાણિજ્ય વિશેષ જોગવાઇ અને પંજાબ સંશોધન બિલ 2020ની જોગવાઇઓ અનુસાર, રાજ્યમાં ઘઉં અને ધાનની કોઈપણ ખરીદી પર MSPના બરાબર કે વધારે કિંમત આપ્યા વિના વૈધ થઇ શકે નહીં. જો કોઈ વ્યક્તિ ખેડૂતોને MSPથી ઓછા કિંમતે ઉત્પાદન વેચવા પર મજબૂર કરે છે તો તેને 3 વર્ષ જેલ અને દંડની જોગવાઇ છે.

જણાવી દઇએ કે, કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય બિલ 2020, કૃષક કિંમત આશ્વાસન કરાર અને કૃષિ સેવા પર કરાર બિલ 2020 હાલ જ સંસદમાં પાસ થયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેને મંજૂરી આપી દીધા પછી હવે તે કાયદો બની ગયા છે. કૃષિ રાજ્યો પંજાબ અને હરિયાણામાં ખેડૂતો કેન્દ્રના આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp